________________
આત્મબોધ
માની લીધા છે. હવે જ્ઞાનદશામાં જાગૃત થઈને, તેને શત્રુ માની તેને નાશ કરવા પ્રયત્નવંત બનવું તે શ્રેયાથીનું પરમ કર્તવ્ય છે. ૨૬.
કર્મની સાથે લડવામાં આનંદ થ જોઈએ, પરંતુ પરવશ થઈ, કમોને આધીન થવું તે શરમજનક છે. ર૭.
જ્ઞાની સ્વાધીન છે, અજ્ઞાની કર્માધીન છે. ૨૮.
અજ્ઞાનને કર્મરૂપ વાયર તૃણવત્ જ્યાં ત્યાં ભ્રમણ કરાવે છે, જ્ઞાની મેરુ સમાન અડોલ રહે છે, અને કર્મરૂપ વાયર પતે સ્વયં પરાસ્ત થઈને નષ્ટ થાય છે. ર૯.
કર્મ રૂપી સ્નેહની શખેલા જ્ઞાની ક્ષણભરમાં તેડી નાખે છે, અને અજ્ઞાની કર્મ ખલાને મજબૂત બનાવે છે. ૩૦.
જ્યારે જીવાત્મા પિતાના દેને જોતા શીખે છે, ત્યારે કષાના કારણે નષ્ટ થવા માંડે છે ૩૧.
જ્યારે જીવાત્માને સમજાય છે કે, કર્મ તે જડ છે, તેની સત્તા હું અનંત શક્તિવંત આત્મા પર કેમ ચાલે, બસ ત્યારથી કર્મ પર આત્માની સત્તા ચાલે છે અને કર્મને વિજય કરવા પ્રયત્નવંત બને છે. ૩૨.
શરીર આ શરીર એક જીર્ણ કુટીર છે, એને મેહ કેણ કરે? ૧
બીજાનું મૃતક શરીર પિતાની આંખોથી બળતું જોઈને પિતાના શરીરને મેહ ત્યાગ. ૨.