________________
૩૫
આત્મ પ્રબોધક ભાવનાઓ માટે જ આવે છે, મારા બંધન નષ્ટ કરવા માટે જ આવે છે. હું ભારેમાં ભારે વિપત્તિ આવશે તે પણ ખેદ નહિ કરું પરંતુ પ્રસન્ન રહીને જ સહન કરીશ. મને પરમ પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ સમસ્ત કલેશે તથા ભયથી મારું રક્ષણ કરી રહેલ છે. મને કોઈ પ્રકારની ચિંતા કે ફિકર નથી. હું સત્યપંથને અનુગામી છું, સત્યનિષ્ઠ છું. મારા આત્મામાં અનંત બળ છે, તેના પર વિશ્વાસ કરું છું. કોઈ પણ વિપત્તિ મને પરાજિત નહિ કરી શકે, ન સત્યપંથથી ભષ્ટ કરી શકશે. હું ભારેમાં ભારે સંકટમાં અને વિપત્તિમાં પરમ નિર્ભય અને નિશ્ચિત છું, કેમ કે હું ઈશ્વરી અદશ્ય કવચથી સદા સુરક્ષિત છું. હું પોતાના જીવનમાં સત્યવ્રતને કદાપિ ભંગ નહી કરું. હું પિતાના વ્રતમાં અચલપણે પ્રતિષ્ઠિત છું. કેઈ વ્યક્તિ મારી સત્યતાને પરાજિત કરવા સમર્થ નથી. વિપત્તિઓના ઘનઘેર વાદળ મને ક્ષુબ્ધ અને અશાંત નહિ કરી શકે. હું પિતાના માર્ગથી તલમાત્ર વિચલિત નહિ બનું. સત્યને જ સદા વિજય થાય છે.
લક્ષ્યસિદ્ધિની ભાવના | વિશ્વમાં શાશ્વત વસ્તુ એક જ છે અને તે પરમાત્મા જ છે. એ પરમાત્માની પ્રાપ્તિ એ જ મારા જીવનનું લક્ષ છે. એ જ શાશ્વત મહાસત્ય મારા જીવનનું ધ્યેય છે. મેં મારા મનમાં દઢ નિશ્ચય કરી લીધું છે કે પરમાત્માની પ્રાપ્તિ માટે હર ક્ષણ સતત પ્રયત્નશીલ બનીશ. હું પિતાના લક્ષ પ્રાપ્તિના માર્ગથી એક રતીભર પણ અહીંતહીં વિચલિત નહિ બનું. હું