________________
૩૬
આત્મ પ્રબોધક ભાવનાઓ
ક્યારેય પણ લક્ષભ્રષ્ટ નહિ બનું. પરમ લક્ષને પ્રાપ્ત કરવા માટે મન, પ્રાણુ અને આત્મા નિરંતર ક્રાંતિ કરી રહેલ છે. ખાતા, પીતા, સુતા, બેસતા, ચાલતા, ફરતા, અહોનિશ મારું ધ્યાન પોતાના લક્ષ પર જ સ્થિર રહે છે. મારું જીવન પળપળ એની કૃપા પર અવલંબિત છે, અને એનું શરણ અને એને આશ્રય ગ્રહણ કરી રહેલ છે. મારા લક્ષની પ્રગતિ થઈ રહી છે. અને હું દિનપ્રતિદિન તેના તરફ આગળ વધી રહ્યો છું. મારા બધા પાપ-તાપ ભસ્મ થઈને શરીર નીરાગી મન નિર્દોષ અને આત્મા પવિત્ર બની રહેલ છે. અશાંતિને ભાવ મારા મનમાં પ્રવેશ નહિ કરી શકે. સંસારમાં કઈ પણ મારી લક્ષસિદ્ધિમાં બાધા કરવાને સમર્થ નથી. શરીર, વાણી, મન એના તરફ દોડી રહ્યા છે. વૃત્તિમાં પણ સુંદર લક્ષને પ્રાપ્ત કરવાના આનંદનું અખંડ ભાન થઈ રહ્યું છે, અને હું લક્ષસિદ્ધિ તરફ આગળ ને આગળ વધી રહ્યો છું.
પ્રસન્નતાની ભાવના જીવનમાં પ્રનતાને અનુભવ કરે એ જ મારી હાર્દિક અભિલાષા છે. મારો જન્મ પણ એ માટે જ થયું છે, કે હું પ્રતિકૂળથી પ્રતિકૂળ પરિસ્થતિમાં પણ પ્રસન્ન રહું. અનુકૂળ પરિસ્થિતિમાં સ્મિત કરવું સહેલું છે પરંતુ હું પ્રતિકૂળથી પ્રતિકૂળ પ્રસંગમાં પણ સદા સર્વદા પ્રસન્ન રહીશ. વિષમ વિદનેનું પાન કરીને પણ હું ખિન કે ઉદાસ નહિ બનું. કોઈ મારા પર ક્રોધિત થાય તે પણ હું તેના પર પુષેની