________________
કષાય ત્યાગ કષાયની વૃદ્ધિમાં દુઃખ છે, કષાયની હાનિમાં સુખ છે. જ્યાં દુઃખને અનુભવ થાય ત્યાં તપાસવું કે મૂળમાં કયા કષાય કામ કરી રહ્યો છે? કેઈ એક કષાય જરૂર તમને જોવા મળશે. તમે એ કષાયને દૂર કરશે કે તરત જ દુખ રવાના થશે. દુઃખને બાહ્ય પ્રતિકાર કરવા જતાં દુઃખની વૃદ્ધિ થાય છે, કારણ કે તેમ કરવા જતાં કષાયે વધે છે. દુઃખનું કારણ ચાર કષાય જ છે, તે કષાયને ટાળવાને જ પ્રયત્ન કરે. ત્યાર પછી જ આંતરશાંતિને અનુભવ થશે.
વીતરાગના પંથે ચાલવા માટે રાગને સંગ ત્યાગ જોઈએ. રાગને સંગ રાખી વીતરાગને અનુસરી શકાશે નહિ. રાગના ત્યાગ માટે રાગના સાધનેને ત્યાગ કરે. એવા સ્થાનેને પણ ત્યાગ કરે. રાગ ઉપરથી તે મિત્રને દેખાવ કરે છે. મિત્ર બનીને જીવને ફસાવે છે, તે પછી ક્રૂર બની જીવના બેહાલ કરે છે. વાતવાતમાં ક્રોધ ન આવે, પ્રસંગે પ્રસંગે અભિમાન ન ઉપજે, સ્થાને સ્થાને માયા ન જાગે, અવસરે અવસરે લોભ ન પ્રગટે, તેનું નામ છે શાન્તિ ! તેનું નામ પ્રશમ ! આવી શાન્તિ અહીં પ્રાપ્ત થઈ જાય તે સમજવું કે મેક્ષ સુખની આંશિક પ્રાપ્તિ થઈ. માટે જીવનનું આજ લક્ષ ક્રોધાદિ કષાયે કેટલા શમ્યા ? બીજી બાજુ ક્ષમા–નમ્રતા–સરળતા અને નિર્લોભતાનું લક્ષ રાખી સ્થાને સ્થાને તેને ઉપયોગ કરે. હતાશ ન થશે. કોધાદિ સામે જિંદગી સુધી લડવું પડશે. શ્રદ્ધા રાખે કે અંતે અવશ્ય મારે વિજય થશે.
–આંતરનાક