________________
ૐ સહમ ૩૪ આત્મ બંધ
શરીર પણ મકાન છે મનુષ્યને શરીર પર અત્યંત મહ હોય છે. અને શરીરના મેહને કારણે તે ધર્મ તથા ન્યાય-નીતિના નિયમોનું બરાબર પાલન કરી શકતું નથી. પણ માનવ શરીરના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી. જેવી રીતે આપણે આપણું નિવાસસ્થાનને ઘર કહીએ છીએ, એ જ પ્રકારે આ શરીર પણ આત્માનું નિવાસસ્થાન અર્થાત્ ઘર છે.
ઘર ત્રણ તથી બનેલ છે. પત્થર, ચૂને, તથા પાણી.
એ જ પ્રકારે આ શરીર રૂપી ઘર મુખ્ય ત્રણ પદાર્થોથી બનેલ છે. હાડ, માંસ અને લેહીથી.
શરીરમાં ઘરની જેમ પથ્થરનું કામ હાડ, ચૂને માંસની જેમ અને લેહી પાણીની જેમ કામ કરે છે.
ઘર પર ચૂનાનું પ્લાસ્ટર કરાય છે એ પ્રકારે શરીર પર ચામડીનું પ્લાસ્ટર કરાય છે. કેવળ આ પ્લાસ્ટરથી જ ઘર તથા શરીરની શોભા છે. શરીર પરથી જે આ ચામડીને દૂર કરવામાં આવે તે એ જ શરીર અત્યંત ઘણાજનક બની જાય.