________________
આત્મબોધ
ચૈતન્યવાદનું જ્ઞાન થાય તે વિશ્વમાં પરમ શાન્તિનું સામ્રાજ્ય થાય. જડવાદને કારણે જ રાગ, દ્વેષ, કલેશ, ઈષ્ય આદિનું સામ્રાજ્ય ફેલાય છે. ૯.
આત્મદ્ધાર માટે મૌન જ શ્રેષ્ઠ માર્ગ છે. આત્મજ્ઞાન થાય ત્યારે વૃત્તિ નિવૃત્તિમાં પરિણીત થઈ જાય છે. (આત્મધર્મ નિવૃત્તિ છે.) ૧૦.
વિષયેચ્છા વિષ સમાન છે, સંયમ અમૃત સમ છે. ૧૧
આત્મજ્ઞાની સંસારને માયામય જાણું આત્મામાં લીન રહે છે. ૧૨
શ્વાસે છૂશ્વાસ લેતા અને છેડતા સ્વાભાવિક “સહમ”ને ધ્વનિ થાય છે, તે પણ અજ્ઞાની તે તરફ લક્ષ ન આપતા વિષય કષાયમાં લીન રહે છે. (હમ અર્થાત હું સિદ્ધ સ્વરૂપ આત્મા છું) ૧૩,
હે ભલે! હરદમ સેડમ નું રટણ કરે. ૧૪. ધર્મગુરુઓની બેદકારી ભક્તોના પતનનું કારણ બને છે. ૧૫
સંસાર અનંત કાળનું જેલખાનું છે, અને સંસારી જીવ અનંત કાળથી કેદી બનેલ છે.
સંસાર રૂપી જેલને મહેલ માનવાથી જ જીવને અનંત કાળથી કેદી બનવું પડેલ છે. ૧૭.
કેદી બંધનને જ મુક્તિ માની રહ્યો છે. ૧૮. જ્ઞાની અને અજ્ઞાનીની મિત્રતા થઈ શકે નહિ. ૧૯
જિન વચનના અજીર્ણવાળાને ઉપદેશ લાભદાયક થત નથી. ૨૦.