________________
આત્મ પ્રોધક ભાવનાઓ
૩૭
વૃષ્ટિ કરીશ. સ્મિત હાસ્ય સમીપ વિપદાઓ જરા પણ ટકતી નથી. હું આશા અને પ્રસન્નતાને આવિષ્કાર પોતાના જીવનમાં કરું છું. નિર્મલ પ્રસન્નતા જ મારામાં પ્રગટ થઈ રહી છે. વિવિધ વ્યવહાર કરવા છતાં હું મનમાં પ્રસન્નતાને સ્થિર રાખું છું, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા, કેઈ અપમાન કરે કે સન્માન આપે, નિંદા કરે કે સ્તુતિ, હું એ સર્વ અવસ્થાએમાં પોતાની પ્રસન્નતા સ્થિર રાખું છું. હું પોતે પ્રસન્ન રહીને બીજાઓને પ્રસન્ન કરી રહેલ છું. પ્રતિક્ષણ હું પિતાના દિલમાં પ્રસન્નતાનું ગાન જ કરું છું. હું પ્રસન્ન રહું છું અને સમગ્ર સંસાર મારી સાથે પ્રસન્ન રહે છે. હું નિરંતર આનંદસ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરું છું, અને સર્વ વિઘ્ન, બાધાઓ પર વિજ્ય પ્રાપ્ત કરું છું.