________________
33
આત્મ પ્રબોધક ભાવનાઓ
હું જડ નથી, હું દેહ નથી, હું ચૈતન્ય સ્વરૂપ અનંત ગુણેને પૂંજ છું. આત્મામાં અનંત શક્તિઓ ભરેલી છે. જેમના અનંત ગુણે પ્રગટ થયા છે. તેમનું હું શરણ લઉં છું. અને મારા અનંત ગુણે પ્રગટે છે.”
આ મંગળ ભાવનાઓ વારંવાર ભાવવાથી આપણામાં દિવ્યત્વ પ્રગટશે. માટે સવારે અગર રાત્રે સુતા પહેલાં ઉપરની ભાવના ભાવવા આપ સૌને વિનંતિ –
૧૫ આત્મશ્રદ્ધાની ભાવના હું જીવનમાં આવતા કષ્ટો, વિદને વગેરેથી ભયભીત નહિ બનું. હું આત્મવિશ્વાસુ છું. સત્યાગ્રહી છું. હું આત્મશ્રદ્ધા વડે સ્થિર છું. સંસારની કઈ શક્તિ મને વિચલિત નહિ કરી શકે. આત્મશ્રદ્ધાના બળ વડે હું અસંભવને સંભવ કરવા સમર્થ છું. આત્મશ્રદ્ધાના દૈવી બળ વડે પરાધીનતાથી મુક્ત થયેલ છું. આત્મશ્રદ્ધાની અખંડ જ્યોત મારા અંતરમાં સદા પ્રકાશિત છે, એથી મારું અંતર સદા પ્રશાંત અને તૃપ્ત રહે છે. મારા માટે કઈ વસ્તુ દુર્લભ નથી, અસાધ્ય નથી. મને અનુભવ થઈ રહ્યો છે કે સામર્થ્યને ગુપ્ત ભંડાર આત્મશ્રદ્ધા જ છે. હું કઈ બીજી બાહ્ય સત્તા પર નિર્ભર નથી, પરંતુ આત્મશ્રદ્ધા જ મારું પરમ આવલંબન છે. બધા દુઃખ, સંકટો, બંધને દૂર કરનાર માત્ર એક આત્મશ્રદ્ધા જ છે. અનંત અને અપાર બળ પ્રાપ્ત કરવાનો રાજમાર્ગ એક આત્મશ્રદ્ધાને પ્રગટ કરવી તે જ છે.