________________
૨૯
આત્મ પ્રબોધક ભાવનાઓ વ્રત, નિયમ, ત્યાગ, તપ, પ્રભુભક્તિ, સંતસેવા, દીન બંધુઓની સેવા, પવિત્ર ભાવનાઓ, ચારિત્રની સાધના, હે પરમાત્મા ! આપની કૃપાથી મને પ્રાપ્ત થાઓ.
ઉપરોક્ત બધી સાધનાને સાર રૂપે આત્મતત્વને અનુભવ કરે તે જ છે. હે પ્રભે! આપના આલંબન અને ઉપાસનના ફળ વડે આત્માનુભવ પ્રાપ્ત કરવાનું બળ પ્રાપ્ત થાઓ. ભવાંતરમાં આત્માનુભવની સામગ્રી સુલભ થાય તેવા શુદ્ધ દેવ, ગુરુને વેગ સરળતાથી મળે તેવી ભાવના હે પ્રભે ! તમારી પાસે વારંવાર ભાવું છું. હે પરમાત્મા ! તમારે અમૃત રૂપી ધર્મ, અને તમારું શરણ ભવભવમાં પ્રાપ્ત થાઓ અને જગતના ભવ્ય જીવોને પણ પ્રાપ્ત થાઓ એ જ મંગલ કામના.
૧૨ શારીરિક અને માનસિક રોગોને દૂર કરવાને
રામબાણ ઈલાજ શરીરને રોગ પરિમિત છે. મનના રેગ અપરિમિત છે. આ શારીરિક અને માનસિક સર્વ પ્રકારના રેગે તમારે દૂર કરવા છે? આ રહી તે સર્વ રોગ નિવારણ કરવાની અમેઘ દવા, જે વડે સર્વ રોગો દૂર થવાને વિશ્વાસ પ્રાપ્ત થાય છે, અને સાથે સાથે આત્મબળ અને આત્મવિશ્વાસ વધે છે.
ક્ષમાપના રાત્રે નિદ્રાધીન થતા પહેલાં અર્ધો કલાક શાંતિપૂર્વક બેસે અને જે કઈ વ્યક્તિ પ્રત્યે તમને અભાવ, અરુચિ, દ્વેષ તિરસ્કાર કે વૈરને ભાવ હેય, તેમની સાથે તમે તમારા આ