________________
૨૭
આત્મ પ્રબંધક ભાવનાઓ વગેરે. આમ નિયમ કરવાથી આત્મહિત માટે સમય મળી શકે છે.
હંમેશાં આવશ્યકતા ઓછી કરવી. સંયમ, ત્યાગ, જ્ઞાનની. વૃદ્ધિ થાય તેમ કરવું.
દાન, પુણ્ય, સેવા વગેરે સત્કર્મોના કાર્યો પરોપકાર માટે નહિ પણ સ્વ કર્તવ્ય જાણીને કરવાથી જ આત્માનું ખરું કલ્યાણ થાય છે.
જેમ બને તેમ શક્તિ, બુદ્ધિ અને ધનને સદ્વ્યય કરે.
રાત્રે સૂતા પહેલા દિવસમાં કરેલા પાપકર્મ, દોષ વગેરેને યાદ કરીને, ત્યાર બાદ અંતરપૂર્વક પશ્ચાતાપ કરીને એને દૂર કરવાનો સંકલ્પ કરે, અને સત્કર્મો વધારે કરું એવી ભાવના કરવી. એક ડાયરીમાં પોતાના ગુણ અને દોષ લખવા અને ગુણોની વૃદ્ધિ અને દોષને દૂર કરવાને સતત પ્રયત્ન કરે, જેથી જીવનને વિકાસ થશે. એ ભાવ પ્રતિકમણ (પાપને ત્યાગ) છે. એમ કરવાથી દિન પ્રતિદિન આત્માની શુદ્ધિ થતી જશે.
૧૦ વ્યાપારીની ભાવના
દ્રવ્ય ધન પ્રાપ્ત કરવા માટે હું વ્યાપાર કરું છું, એવી રીતે ભાવ ધન રૂપી ધમને વ્યાપાર કરીશ ત્યારે ધન્ય બનીશ.
દ્રવ્ય માલને કય-વિકય કરું છું એવી રીતે ભાવ માલ જ્ઞાન, દર્શન, ચારિત્રને ગ્રહણ કરીશ તે દિવસ ધન્ય બનશ.