________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
સ્વછંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી મોક્ષ માર્ગ મળતું નથી.
હું નીરોગી નિરામય આત્મા છું, રોગની સત્તા મારા પર ચાલી શકે જ નહિ.
હું નિર્ભય આત્મા છું, મને રેગ કંઈ કરી શકે નહિ, આ વિશ્વમાં મારું અહિત કરનાર કઈ શક્તિ વિદ્યમાન નથી જ | મારા આત્મામાં અનંત શક્તિ ભરી પડી છે. હું તેને સ્વામી છું. હું નિર્બળ નથી પણ બળવાન છું.
વિદ્યાર્થીઓની ભાવના પ્રત્યેક વિદ્યાર્થીઓએ સદા પ્રાતઃકાલમાં પ્રભુસ્તુતિ કર્યા પછી અવશ્ય ચિંતન કરવા ગ્ય ભાવનાઓ. મનુષ્ય જ્યાં સુધી સર્વજ્ઞ ન બને ત્યાં સુધી અપૂર્ણ જ છે, માટે પ્રત્યેક માનેએ આ ભાવનાઓનું નિરંતર ચિંતન, મનન કરવું જોઈએ.
હે પરમાત્મા! હું તમને ભાવપૂર્વક નમસ્કાર કરું છું. આપના સમાન મારી આત્મા પણ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતશક્તિ સત્તા રૂપે વિદ્યમાન છે તે ગુણોને પ્રગટ કરવા માટે હું આપને નમસ્કાર કરું છું.
આજ અત્યારથી હું અજ્ઞાનને નાશ કરવા અને જ્ઞાનને પ્રગટ કરવા પ્રયત્નશીલ બનીશ.
વિવેકથી અવિવેકને નાશ કરીશ. અહિંસાથી હિંસક ભાવને નાશ કરીશ.