________________
કીકિ વેદના તથાપિ ભજન, અશે
આત્મ પ્રબોધક ભાવનાઓ ૮. હું નરેગી છું, અભેગી છું, અશરીરિ છું, અક્રોધી છું, નિર્મોહી છું, અનંતકેવલજ્ઞાન, કેવલદર્શન, અનંત આત્મિકશક્તિ, અનંત આત્મિક સુખયુક્ત છું, એ મારા નિજગુણ પ્રગટ થાઓ. ૯, શારીરિક વેદના એ પૂર્વકર્મનું ફળ જાણવું
શારીરિક વેદનાને દેહને ધર્મ જાણું અને બાંધેલા કર્મોનું ફળ જાણી સમ્યક્ પ્રકારે સહન કરવા યોગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ પ્રબળ હોય છે, ત્યારે માનવને સ્થિર રહેવું કઠિન બને છે, તથાપિ મનમાં વારંવાર તે વાતને વિચાર કરતાં અને આત્માને નિત્ય, અદ્ય, અભેદ્ય, જરા-મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં મનને વિશ્વાસ દઢ થાય છે.
મહાપુરુષોએ સહેલા ઉપસર્ગ તથા પરિસહન પ્રસંગેની વારંવાર સ્મૃતિ કરી, તેમની દઢતા, નિશ્ચયબળ, અચલતા વગેરેનું વારંવાર મનન, ચિંતન કરવાથી મનના પરિણામ સ્થિર થાય છે અને વેદના વેદનાના ક્ષય કાળે નિવૃત થયે ફરી તે વેદના કેઈ કર્મોનું કારણ થતી નથી.
વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયે જીવે છે તેનાથી પિતાનું જુદાપણું જાણી, તેનું અનિત્ય સ્વરૂપ જાણી, તે પ્રત્યેના મેહ, મમતાદિ ત્યાગ્યાં હોય, તે તે મહાન કલ્યાણકારી છે, પરંતુ તેમ ન બન્યું હોય તે કોઈ પણ વ્યાધિ, રોગ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું કર્મ બંધન થતું નથી, અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તે દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું એ શ્રેષ્ઠ ઉપાય છે.