________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
૧૯ જે કે દેહ મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ દુષ્કર છે, છતાં દઢ નિશ્ચય બળ પાસે કંઈ જ દુષ્કર નથી.
અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મેહનું અને નીચી ગતિનું કારણ છે. સદ્વિચાર અને આત્મજ્ઞાન એ મોક્ષને ઉપાય છે.
ભયથી મુક્ત થવાને ઉપાય એ છે કે વારંવાર વિચારવું જોઈએ કે સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે કરી અશરણ છે. તેને શરણરૂપ માનવો તે મૃગજળ સમાન છે. તે સંસારનું મુખ્ય કારણ સ્નેહબંધન અને દ્વેષબંધન છે તેનાથી નિવર્તવું એ ભયથી છૂટવાને અને નિર્ભય બનવાનો માર્ગ છે.
આત્મભાનથી અહંતાને નાશ થાય છે. ભાવકર્મથી વિમુખ થવાય તે નિજભાવ પરિણામી થવાય.
સમ્યગ્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ શકે.
જ્યાં સુધી સ્વરૂપ બ્રાન્તિ છે, ત્યાં સુધી વિષયોને વિક્ષેપ મટતે નથી ને જ્યાં સુધી વિષયોને વિક્ષેપ મૌજુદ છે ત્યાં સુધી સ્વરૂપ બ્રાન્તિ ટળતી નથી. વિષયને વિક્ષેપ એટલે સ્વમાં પરની બ્રાન્તિ અને પરમાં સ્વની બ્રાન્તિ અર્થાત્ પિતાની ભિન્ન એવા જડ-પૌગલિક સુખમાં, અનિત્ય સુખમાં સુખબુદ્ધિ.
હે આત્મન ! તું અસંગતાને અભ્યાસ કર.
અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપમાં સ્થિર થવું તે જ છે.