________________
આત્મ પ્રબંધક ભાવનાઓ કરે છે. તે તે ઉપકારી છે. પાપ ન કરવાની શિક્ષા આપે છે. મારું કર્તવ્ય છે કે મારે દેષનો ત્યાગ કરે.
(૬) રેગમાં, દુઃખમાં, ચિંતા, ભય, શેક વગેરે કરવાથી રેગ દુખાદિની વૃદ્ધિ થાય છે અને નવીન કર્મને બંધ થાય છે જેથી ભવિષ્ય પણ દુઃખપ્રદ બને છે. રોગને દૂર કરવા માટે અત્યંત પાપથી બનેલ દવાઓનું સેવન કરવાથી પણ પાપ વધે છે અને એના ફળ સ્વરૂપ વિશેષ દુઃખ પ્રાપ્ત થાય છે. હું અશુભ વિચારે નહિ કરું તથા હિંસાકારી દવાઓનું સેવન નહિ કરું.
(૭) દવા લેવાથી વિશેષ કરીને એક રોગ દબાઈ જાય છે તે બીજા અનેક રોગ ઉત્પન્ન થાય છે. આજકાલ દવાઓને પ્રચાર વધેલ છે તેમ રેગે પણ વધેલ છે પણ ઘટયા નથી. એ રેગીમાં દવા લેવાવાળા પ્રાયઃ ૯૦ ટકા દુઃખી દુઃખી થઈને અંતે મરે છે અને દવા ન લેવાવાળા સેંકડે ૧૦ ટકા મારે છે. ઉપવાસ, તપ, બ્રહ્મચર્યનું પાલન પાંચ ઇંદ્રિયોને સંયમ કરે, ભૂખ લાગે ત્યારે સાદો ખોરાક લે અને કોધાદિનો ત્યાગ કરવાથી ૧૦૦ રોગીમાં ૯૯ સુધરી જાય છે. ચિંતા, શેક, ભયાદિ મનેવિકારથી પણ કેટલાક રેગ થાય છે. તેથી તેવા વિચારને ત્યાગ કરે જરૂરી છે. રેગ એ એક જાતની કુદરતી ક્રિયા છે. જે વડે શરીરની સફાઈ થાય છે; પરંતુ લેકે અજ્ઞાનવશ તેનાથી ભયભીત થઈને, અનેક પ્રકારની દવાઓ કરે છે જેથી શરીરનું ઝેર પાછું શરીરમાં રહે છે બહાર નીકળી શકતું નથી.