________________
સમાધિશતક આત્માએ આત્માના સ્વરૂપની ભાવના કરવી, જેથી ક્ષણવારમાં જ રાગદ્વેષાદિની નિવૃત્તિ થઈ જાય છે. ૩૯.
પિતાના કે પરના શરીર પર મુનિને પ્રેમ (ગ) હેય, તે ત્યાંથી દેહી એટલે આત્મા, આત્માએ વિવેક જ્ઞાને કરી તેને ત્યાગ કરે, પછી તે શરીર કરતાં ઉત્તમ શરીર એટલે ચિદાનંદ રૂપી-આત્મા રૂપી શરીર તે ઉપર પ્રેમ લગાડે તે પણ અંતરદષ્ટિથી પ્રેમ આત્મારૂપી કાયામાં લગાડે એમ થવાથી પૂર્વને જે કાય અને તે દૂર થાય છે. ૪૦.
તેમ થવાથી શું થાય તે કહે છે?
શરીર, મન, વાણીમાં આત્મબુદ્ધિથી ઉત્પન્ન થયેલ વિશ્વમ, અને વિશ્વમથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારનાં દુઃખે, તે આત્મજ્ઞાનથી નાશ પામે છે, આત્મજ્ઞાન અર્થે યત્ન નહિ કરનારાએ ઘોર મહા કલેશકારક તપ કરવા છતાં પણ મુક્તિપદને પામતા નથી. ૪૧.
દેહ તે જ આત્મા, એમ જેની બુદ્ધિ વર્તે છે, તે બહિરાત્મા શુભ, અને સુંદર શરીર, દિવ્ય વિષયભોગ અને સ્વર્ગના ભેગ ઈચ્છે છે. અંતરાત્મા તત્ત્વજ્ઞાની છે. તે શરીર ભેગાદિ થકી છૂટવાને ઈચ્છે છે. અને આત્મામાં સ્થિર થવા ઈચ્છે છે. જ્ઞાની અને અજ્ઞાનીની દૃષ્ટિમાં આકાશ અને પાતાળ એટલે તફાવત છે. અજ્ઞાની જેથી બંધાય છે, તેથી જ્ઞાની છૂટે છે. કર.
પરત્ર એટલે શરીર, મન, વાણું, આદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિવાળે બહિરાત્મા સ્વાત્માથી ચુત થઈ, આત્માને