________________
સમાધિશતક
૧૭ ખેંચી, પિતાના અબાધિત સહજ સ્વભાવને પ્રાપ્ત છું. હું મારા જ્ઞાનગુણમય આત્મમાં પરમ આનંદ વડે પરિપૂર્ણ છું. ૩૨.
આત્માને શરીરથી જે અભિન્ન જાણે છે, તેને પ્રતિ કહે છે.
જે દેહથી આત્માને પૂર્વોક્ત પ્રકારે ભિન્ન જાણતો નથી, તથા અવ્યય એટલે અપરિત્યક્તાનંત ચતુષ્ટ સ્વરૂપવાળે જાણતા નથી, તે બહિરાત્મા મિથ્યાત્વી જીવાત્મા મેક્ષ પામી શકો નથી. શું કરવા છતાં પણ નથી પામત? પરમ તપ તપ્યા છતાં પણ મેક્ષ પામતે નથી, અરે! પરમ તપ કરવાથી તે મનને મહાકલેશ થાય છે, ત્યાં તેનાથી નિર્વાણ પ્રાપ્તિને સંભવ જ શાને ? ૩૩.
આત્મા અને દેહના અંતર એટલે ભેદનું જ્ઞાન થવાથી જે અક્ષય આનંદ થાય છે, તેનાથી તૃપ્ત એટલે અત્યંત સુખી મુનિરાજ બાર પ્રકારના તપથી ઘર દુષ્કૃત ભેગવવા છતાં પણ ખેદ પામતા નથી. ૩૪.
જેનું આત્મરૂપ સરેવરમાં મન રૂપ જળ તે રાગદ્વેષ રૂપ કલેલથી એટલે જેનું મન કલુષતા, ચંચળતાને ધારણ કરતું નથી. ચંચળતાને નાશ થવાથી જ મન સ્થિર થાય છે. રાગદ્વેષાદિને નાશ થવાથી મન શુદ્ધ થાય છે, એવી રીતે જેનું મન શુદ્ધ સ્થિર હોય તે જ આત્માને અનુભવ પામી શકે, બીજા કોઈ અન્યને અનુભવ થતું નથી. ૩૫.
તત્વ તત્વ કહે છે તે શું ? તે હવે બતાવે છે –