________________
સમાધિશતક
૩૩ શુદ્ધ આત્માને આનંદ અનુભવાય છે. માટે એક શ્વાસે છૂશ્વાસ પણ આત્મધ્યાન વિના જવા દે નહિ.
શ્રી ચિંદાનંદજી કહે છે કે –
એક શ્વાસોશ્વાસ પણ અમૂલ્ય છે, તે ફેગટ જવા દે નહિ, આત્મસ્વરૂપ જાણીને તે પ્રમાણે આત્મધ્યાનમાં પ્રવર્તવું. શુષ્ક જ્ઞાનથી આત્મહિત થતું નથી, માટે આત્મસ્વરૂપના ધ્યાન વડે આત્મભાવને દઢ કર. ૮૧.
એવી ભાવનામાં તેણે શું કરવું તે કહે છે –
દેહથી આત્માને ભિન્ન કરી, ભિન્ન જાણીને, પશ્ચાત્ અરૂપી અસંખ્યાત પ્રદેશી આત્મા તે જ હું છું. એવી સતત ભાવનાભાવવી, અને આત્મ ઉપગ રાખે. અને જેમ વિકલ્પને નાશ થાય અને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય તે સતત અભ્યાસ કરે, સ્વપ્નમાં પણ દેહ સાથે આત્માને વેગ (દેહને આત્મારૂપે માનવામાં આવે નહિ) ન થાય એ દઢ અભ્યાસ કરે. દેહને આત્માને અધ્યાસ ન બને, પરમૌદાસીન્યાવસ્થામાં જેમ સ્વ–પર વિકલ્પ ત્યજવા તેમ વ્રત-વિકલપ પણ ન જોઈએ. ૮૨.
અપુણ્ય એટલે અધર્મ (પાપ) તે અવ્રત એટલે હિંસાદિ તેનાથી થાય છે, અને પુણ્ય તે શુભ કર્મ તે હિંસાદિથી વિરમવા રૂપ વિકલ્પ જે વ્રત તેનાથી થાય છે, અને મેક્ષ તે એ બંનેને ક્ષય થાય ત્યારે જ થાય છે. જેમ લેઢાની સાંકળથી બંધન થાય છે, તેમ સેનાની સાંકળથી પણ બંધન થાય છે,