________________
આત્મ પ્રબોધક ભાવનાઓ એથી વચન અને કાયાનું પાપ રેકાઈ જાય છે અને અલ્પ પુણ્ય બંધ થાય છે.
(૨વ્યવહાર નમસ્કાર -મન સ્થિર કરીને જ્ઞાનાદિ ગુણની સ્તુતિ અને નમસ્કાર કરે તે. એથી અત્યંત નિર્મળ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધ ઉપગ-રાગાદિ રહિત પરિ ણામ હોય એટલી નિર્જરા થાય છે–કર્મોને નાશ થાય છે.
(૩) ભાવ નમસ્કાર – પ્રભુ સમાન મારે આત્મા પણ જ્ઞાનાદિ ગુણ સંપન્ન છે એવી ભાવના સહિત વારંવાર વંદન કરે તથા તે તે ગુણોને પ્રગટાવવા પ્રયત્ન કરે.
નમસ્કાર કરવા અર્થાત્ જેને આપણે નમસ્કાર કરીએ છીએ તેવાં ગુણ પિતામાં પ્રગટ થાય છે. એ માટે મહાન આત્માઓને, પવિત્રાત્માઓને નમસ્કાર કરવા જોઈએ.
સમકિતગુણને પ્રગટ કરનાર ભાવના મેક્ષનું બીજ સમ્યક્ત્વ અને સભ્યત્વનું મૂળ કારણ ચાર ભાવના છે. એ માટે હંમેશા એનું ચિંતન કરીને ચારે સદ્ગુણેને પ્રાપ્ત કરવા જોઈએ એ ગુણ પ્રગટ થાય પછી જ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે.
(૧) મિત્રી ભાવના –સંસારના સર્વ જીને પિતાના આત્મા સમાન જાણીને કોઈ પણ જીવની હિંસા ન કરવી. બધાનું હિત કરવું અને ઈચ્છવું. બધા જ સાથે મૈત્રીભાવના કરવી. કેઈ સાથે વેરભાવ ન કરે. સંસારના સર્વ જીવને મિત્ર સમાન ગણી બધાનું ભલું કરવું અને એનાં દુઃખ દૂર થાઓ એવી ભાવના કરવી.