________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
ફેલાય છે એવી રીતે સમ્યક્ત્વ ગુણ પ્રગટ થવાથી અજ્ઞાનજન્ય દેષથી ઉત્પન્ન થયેલ સર્વ દુઃખને નાશ થાય છે. સમ્યફવ સહિત. જીવ નરકમાં પણ સુખી હોય છે જ્યારે મિથ્યાત્વી જીવ સ્વર્ગના સુખને ઉપભેગ કરતા પણ પોતાની ભાવના વડે દુઃખી રહે છે. એથી સમકિત એટલે સાચી સમજણ જ સુખનું મૂળ છે. એમ. જાણી સમક્તિ ગુણ પ્રગટ કરવાની ભાવના નિરંતર કરવી જોઈએ.
અનેક પૂર્વાચાર્યોએ સમકિતની ભાવનાનું આરાધન કરવાની શિક્ષા આપતા ફરમાવે છે કે, હે ભવ્ય ! તું છ મહિના સુધી સર્વકાર્ય છેડીને, પ્રપંચ ત્યાગીને, શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરી. પાંચ ઇન્દ્રિયના વિષય તથા ક્રોધ, માન, માયા, લેભ એ ચાર કષાય અને આતંરૌદ્રધ્યાનને ત્યાગ કરી એકાગ્ર ચિત્તથી સમતિ ભાવનાનું ચિંતવન કર તે તને છ મહિનામાં અવશ્ય આત્મદર્શન અર્થાત્ શુદ્ધ નિજ આત્માને અનુભવ પ્રાપ્ત થશે. સ્વાનુભવ અર્થાત્ સમ્યકત્વ ગુણ પ્રગટ થયા પછી જ મેક્ષની પ્રાપ્તિ થાય છે. એવી કલ્યાણકારી ભાવનાએ શાસ્ત્ર કારે અને પૂર્વાચાર્યોએ ભવ્ય જીના લાભાર્થે અને દુઃખથી મુક્ત થવા માટે ભાવકરુણાવશાત્ બતાવી છે. તેને અહીંયા સંગ્રહ કરેલ છે. મેક્ષાભિલાષીઓએ એનું ચિંતન, મનન અવશ્ય કરવું એ જ શ્રેયને માર્ગ છે. ૧. સમ્યક્ત્વ–સ્વાનુભવ મને પ્રાપ્ત થાઓ. ૨. મિથ્યાત્વને નાશ થાઓ, વિપરીત ભાવને નાશ થાઓ. ૩. પર વસ્તુ મારી નથી તે તેના નાશથી હું શા માટે ભય
પામું? શા માટે ખેદ કરું? આજથી, અત્યારથી ભયાદિ