________________
ક
સમાધિશતક રહી શકે એવા આત્માને અભાવ છે. ચારભૂતથી ઉત્પન્ન થયેલ આત્મા માનતાં, શરીર નષ્ટ થતાં આત્મા પણ નષ્ટ થઈ જાય, કારણ કે શરીરથી આત્મા ભિન્ન ચાર્વાક મતમાં નથી.
" વળી સાંખ્યમતમાં ભૂત જ એટલે સહજ સિદ્ધ આત્મા નિર્લેપ છે. સાંખ્યમતમાં કહ્યું છે કે, જે કંઈ થાય છે તે પ્રકૃતિ જ કરે છે, પુરુષ તે કમળના પત્ર સમાન નિર્લેપ છે. તે મતાનુસારે આત્મા પ્રથમથી જ નિત્ય, શુદ્ધ અને મુક્ત માનવામાં આવે તે નિર્વાણ યત્નથી સિદ્ધ થતું નથી. ચાવકમતવાળા ભૂતથી આત્માની ઉત્પત્તિ માને છે, પણ તે અસત્ય છે. ભૂત તે જડ છે અને જડથી ચૈતન્ય વસ્તુની ઉત્પત્તિ કેમ સંભવે? મૃતક શરીરમાં ચાર ભૂત હોય છે, પણ ત્યાં આત્મા હેતું નથી. આત્મા તે જ્ઞાન સ્વરૂપ છે, તે અરૂપી એવો આત્મા તે રૂપી એવા ચાર ભૂતનું કાર્ય નથી, તે માટે આત્મા ચાર ભૂતથી જુદો છે. અન્યથા એટલે આ બે મતથી જુદી રીતે “જૈન મતાનુસાર” ગાભ્યાસ દ્વારા આત્મસ્વરૂપને અનુભવ સ્વીકારવામાં આવે તે, ચિત્તવૃત્તિ નિરોધરૂપ યેગથી નિર્વાણ સહેજે પ્રાપ્ત થાય છે, અને સ્વસ્વરૂપમાં રમતા ગીએને ઉપસર્ગ વગેરેના દુઃખને દુઃખરૂપ ન માનતા સાધક કર્મફળને ભગવટો સમભાવથી કરે છે, અને પિતે તે જ્ઞાનસ્વરૂપ આનંદમય આત્મા છું, આ દુખાદિ મારા જ્ઞાનસ્વભાવમાં નથી એમ પરને પર સ્વરૂપે અને પિતાને પિતા સ્વરૂપે જાણતે જેતે આત્મસમાધિરૂપ મેક્ષ સુખને વેદ છે. ૧૦૦.