________________
આત્મ પ્રબોધક ભાવનાઓ પ્રકૃતિને નાશ થઈને આત્મા અનંત સુખને પ્રાપ્ત કરે છે. આ રોગ, શેક, ભય, જન્મ, જરા, મરણાદિ દુઃખો માત્ર અશુભ ભાવેનું ફળ છે, અને એ સર્વ દુઃખોથી મુક્ત થવાને ઉપાય માત્ર શુદ્ધ અને શુભ ભાવના છે. શુદ્ધ અને શુભ ભાવના કરવાથી પૂર્વના બંધાએલા અશુભ કર્મનું પરિવર્તન થઈ શકે છે. એનું નામ શાસમાં “સંક્રમણ” અર્થાત્ કર્મોનું પરિવર્તન એમ કહ્યું છે.
શુભ ભાવના કરવાથી અશાતા વેદની કર્મશાતા રૂપ બને છે, પાપ પ્રકૃતિ પુણ્ય રૂપ થાય છે, અશુભ કર્મોની લાંબી સ્થિતિ ઘટી જાય છે, તીવ્ર રસ (અતિશય દુઃખ) મંદ રસ (અલ્પ દુઃખ) થાય છે. ઘણા કર્મોને પુંજ અ૫ થઈ જાય છે. એવી રીતે અશુભ ભાવનાઓ વડે શુભકર્મ, શતાવેદની, પુણ્યપ્રકૃતિને પણ નાશ થાય છે અને પાપ પ્રકૃતિઓ વધી જાય છે એમ જાણીને વિવેકીજનેએ ઉત્તમ ભાવનાઓને જ દિલમાં સ્થાન આપવું એ જ શ્રેયકર માર્ગ છે.
ઉત્તમ ભાવનાઓ કેવી રીતે ? કયા સમયે શું વિચારવું ? તેના માર્ગદર્શક રૂપે આ પુસ્તકનું વાંચન, મનન સુજ્ઞજનેએ નિત્ય કરવું જરૂરી છે.
રેગીને આ ભાવ ઔષધ રૂપ છે. આ ભાવનાથી દ્રવ્યથી રેગ શાંત થશે અને ભાવથી અશુભ કર્મોને નાશ થશે. શારીરિક, માનસિક, પરિવારજન્ય, વ્યાપારજન્ય વગેરે કઈ પણ સંકટ, વિપત્તિ, દુઃખ આદિને નાશ કરવાને સરળ ઉપાય શુભ ભાવના કરવી તે છે બધા દુઃખનું મૂળ કારણ મલિન