________________
સમાધિશતક
બહિરાત્મા ઈન્દ્રિય સહિત શરીરને આત્માને વિષે આપે છે અને હું ગેરે છું, હું કાળે છું, હું સુંદર નેત્રવાળે છું ઈત્યાદિ અભેદાધ્યવસાય માને છે, અને જડ અસુખને પણ સુખ સમજી તે પ્રમાણે વર્તે છે, પણ જે ભેદજ્ઞાની અંતરાત્મા છે તે તે આપ એટલે શરીર, મન, વાણીમાં માનેલી જે આત્મબુદ્ધિ તેને ત્યાગ કરી, આત્મામાં જ આત્મપણાને નિર્ધાર કરી, સ્વસ્વભાવમાં રમણતા કરી, અને પરસ્વભાવને પરહરી મેક્ષ પદ પામે છે. ૧૦૪.
જેનાથી સંસાર દુઃખની ઉત્પતિ થાય એવી પરમાં આત્મબુદ્ધિ અને અહંપણની બુદ્ધિ, તેને ત્યાગ કરીને સંસારમાંથી વિશેષ પ્રકારે મુક્ત થયેલ અને પરમાત્મ સ્વરૂપને સંવેદક એવો
તિર્મય સુખને પામે છે, તેને જ માર્ગ સમાધિતંત્ર જાણીને, સમાધિ એટલે પરમાત્મ સંવેદનની એકાગ્રતા અથવા પરમેદાસીન્ય, તેને માર્ગ તે બતાવનારું શાસ્ત્ર તે સમાધિતંત્ર, તેને જાણીને એ દેહાત્મબુદ્ધિને ત્યાગ કરીને મોક્ષને પ્રાપ્ત કરે. ૧૦૫.
બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારના આત્માનું આ ગ્રંથમાં પ્રતિપાદન કર્યું છે, પરમાત્મા રૂપી ફળ સાધ્ય છે, અંતરામે સાધન છે, અને બહિરાત્મા ત્યાગ કરવા યોગ્ય છે. જે ભવ્ય આ ગ્રંથને વાંચી, વિચારી, મનન કરીને સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે, તે પરમપદને પ્રાપ્ત કરે છે.
જેણે આત્માને બહિર, અંતર અને ઉત્તમ, એવા ત્રણ ભેદથી સ્પષ્ટ કરી બતાવ્યું. જેણે સહૃધ્યાનથી અનંત-ચતુષ્ટમય
છે. ૧૪