________________
સમાધિશતક
મરણ રૂ૫ વિનાશ પામ્યા પછી આત્માને અભાવ નથી, તે તેનું સર્વદા અસ્તિત્વ શી રીતે સિદ્ધ થાય એવી શંકાને ઉદ્દેશીને કહે છે –
સ્વપ્નાવસ્થામાં દષ્ટ જે શરીરાદિ તેને નાશ થતાં, જેમ આત્માને નાશ થતું નથી, તે પ્રમાણે જાગૃત દષ્ટ જે શરીરાદિ તેને નાશ થતાં આત્માને નાશ થતું નથી. કેઈએમ કહે કે સ્વપ્નદશામાં બ્રાન્તિને લીધે આત્માને પણ નાશ ભાસે, એવી શંકા કરનારને ઉત્તર એ છે કે તે વાત તે જાગ્રતને પણ સરખી છે, કેમકે જેને બ્રાન્તિ નથી, તે કોઈ પણ મનુષ્ય શરીરના નાશથી આત્માને નાશ થાય એમ માને જ નહિ, માટે ઉભયત્ર આત્માને નાશ ઘટતું નથી. જાગ્રત અને સ્વપ્ન એ બંને અવસ્થામાં પણ આત્મા અવિનાશી નિત્ય વર્તે છે. ૧૦૧,
સર્વાવસ્થામાં આત્મા નિત્યપણે વતે છે, કોઈ પણ અવ સ્થામાં આત્માને નાશ થતું નથી, તથાપિ આત્માની મુક્તિને અર્થે મહાદુઃખ રૂપ કલેશાદિ ઉઠાવવાની જરૂર નથી, જ્ઞાનભાવના માત્રથી જ મુક્તિ થશે એવી શંકા કરનારને કહે છે – ' અદુઃખ એટલે કાયકષ્ટાદિ દુઃખ વિના જે ભાવિત એટલે એકાગ્રતાથી પુનઃ પુનઃ ચિત્તમાં ધારણ કરેલું જ્ઞાન તે ક્ષય પામે છે, જ્યારે તે જ્ઞાન ક્ષય પામે છે, તે કહે છે કે, જ્યારે દુઃખ પ્રાપ્ત થાય છે ત્યારે. શરીરથી આત્મા ભિન્ન છે, એવું શાતા વેદનીયના ગે ભાવિત જ્ઞાન દુઃખના સમયે સ્થિર રહેતું