________________
૩૮
સમાધિશતક હવે બાલ્ય, યૌવન, વૃદ્ધાવસ્થાદિને આત્મબુદ્ધિથી દેખનાર મનુષ્ય પણ સંપૂર્ણ શાસ્ત્રના જાણપણથી નિદ્રા રહિત થતાં મુક્ત થશે જ એમ કહેનારને કહે છે –
બહિરાત્મા સંપૂર્ણ શાસ્ત્રને જાણનાર છતાં, અને જાગતે છતે, પણ કર્મબંધનથી મુક્ત થતું નથી, અને ભેદજ્ઞાની અનુભવી અંતરાત્મા દઢતર (ખૂબ દઢ) અભ્યાસને લીધે નિદ્રા લેતે હોય તથા વિકલ હોય, તે પણ સંસારથી મુક્ત થાય છે, અર્થાત્ કમરહિત થાય છે. ૯૪.
જ્યાં એટલે જે વિષયને વિષે મનુષ્યની બુદ્ધિ સંલગ્ન થાય છે, તે જ વિષય ઉપર તેની શ્રદ્ધા એટલે રુચિ થાય છે, અને જ્યાં તેની શ્રદ્ધા થાય ત્યાં જ ચિત્ત લય પામે છે, આસક્ત થાય છે. ૯૫.
ચિત્ત કયાં આસક્ત નથી થતું તે કહે છે –
જે વિષયમાં મનુષ્યની બુદ્ધિ ન ચૅટે તે વિષયમાં તેની શ્રદ્ધા થતી નથી, એટલે તેનાથી બુદ્ધિ પાછી ફરે છે. એમ જ્યારે થાય ત્યારે તે વિષયમાં ચિત્તને લય શી રીતે થાય? અર્થાત્ થાય નહિ. જ્યાં ચિત્તને લય થાય એવું જે ધ્યેય તે ભિન્ન હોય, કે અભિન્ન હોય. ૯૬.
ત્યાં ભિન્ન એવા ધ્યેયનું ધ્યાન કરવાથી થતા ફળને બતાવે છે –
ભિન્માત્મા એટલે પિતાના આત્માથી ભિન્ન એવા અરિહંત, સિદ્ધ રૂપ આત્માની ઉપાસના કરવાથી, આરાધક પુરુષ પણ