________________
સમાધિશતક
૩૧ તજી બીજુ લેતા શરીરને કાંઈ નથી, તેમ દેહ તજી બીજે દેહ ધારણ કરવાથી આત્માનું કંઈ બનતું કે બગડતું નથી, એમ તે સમજે છે. ૭૭.
આવું જ્ઞાન તેને જ થાય છે કે, જે વ્યવહારમાં અનાદાર રાખે છે, પણ જે વ્યવહારમાં આદર રાખે છે, તેને તેમ થતું નથી.
વ્યવહાર એટલે મનમાં ઉત્પન્ન થતાં અનેક પ્રકારના સંકલ્પ અને વિકલ્પ સ્થાન રૂપ અર્થાત્ સંસારમાં ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં નિવૃત્તિ રૂપ સંસાર એવા સંસારમાં ઊંઘે છે, અર્થાત્ સર્વ વ્યવહારની કલ્પનાજાળને જેણે વિસારી દીધી છે, તે ભવ્ય આત્મદર્શનમાં જાગે છે, અર્થાત્ તે જ આત્મસંવેદન પામે છે, અને જે ઉક્ત પ્રકારના વ્યવહારમાં જાગે છે, અર્થાત્ હું અને મારું એ અધ્યાસ ધારણ કરે છે, પરવતુમાં મમત્વબુદ્ધિવાળે છે, સંકલ્પ-વિકલ્પ રૂપ પ્રવૃત્તિ કર્યા જ કરે છે, એ જીવ વ્યવહાર એટલે સંસારમાં જાગે છે, અને તેથી આત્મદર્શનમાં ઊંઘે છે, તે આત્મજ્ઞાન પામતો નથી. ૭૮.
જે આત્મદર્શનમાં જાગે છે તેને જ મુક્તિ મળે તે કહે છે –
અસંખ્ય પ્રદેશ સ્વરૂપી આત્માને અંતરમાં એટલે શરીરની અંદર વ્યાપી રહેલે જોઈ અને દેહાદિને બાહ્ય માની દેહ અને આત્માને અંતર સમજે. એમ ભેદ જ્ઞાન થતાં, અશ્રુત થાય, એકલા ભેદજ્ઞાનથી અશ્રુત થાય એમ નહિ પણ તે ભેદજ્ઞાનના અભ્યાસથી તથા પુનઃ પુનઃ આત્મભાવના કરવાથી અને ભાવનાની પ્રબળતાએ મેહને નાશ થતા. મુક્તિપદ મળે છે. ૭૯.