________________
સમાધિશતક
૩૫ તેને પામે અને સ્વયમેવ, ગુરુ આદિના ઉપદેશ વિના જ, સિદ્ધ રૂપ થાય છે. ૮૬.
જેમ વ્રત-વિકલ્પ મુક્તિને હેતુ નથી, તેમ લિંગ-વિકલ્પ પણ નથી, તે કહે છે –
લિંગ તે જટાધારણ નગ્નત્વાદિ તે સર્વ દેહાશ્રિત છે, અને તે શરીરને ધર્મ છે, અને દેહ છે તે તે સંસારનું કારણ છે, માટે જે લિંગને વિષે આગ્રહ રાખનારા છે કે, લિંગાદિ જ મુક્તિના હેતુ છે, તેઓ મુક્તિ પામતા નથી. લિંગ કે વેશ મુક્તિને હેતુ નથી, તે તેવાં જીની મુક્તિ કેમ થાય? અર્થાત્ ન જ થાય. ૮૭.
જાતિ એટલે બ્રાહ્મણાદિ સમજવી, જાતિ પણ દેહાશ્રિત છે. અને દેહ છે તે સંસારને હેતુ છે, માટે જે જીવ જાતિથી જ મુક્તિ માને છે, અને જાતિમાં જ રાચી રહે છે, તેના સંસારને નાશ થતું નથી. ૮૮.
બ્રાહ્મણદિ જાતિમાં ઉત્પન્ન થયેલાને જ મુક્તિ મળે, અમુક વેશ ધારણ કરવાથી જ મુક્તિ મળે, એવા અનેક પ્રકારના વિકલ્પ કરનાર અને તે પણ શાસ્ત્રનું નામ આપીને એવા વિકલ્પ માટે આગ્રહ રાખે તે સર્વ આગ્રહ દેહાશ્રિત છે, અને રાગ ભાવનું કારણ છે, અને સંસારવૃદ્ધિને હેતુ છે, એ સર્વ પૌગલિક વસ્તુઓ છે, તેને આત્મા સાથે કોઈ જ સંબંધ નથી, એટલે જાતિ, લિંગ આદિના રાગભાવને ત્યાગી દઈને વીતરાગભાવને ધારણ ન કરાય ત્યાં સુધી મુક્તિ મળે નહિ. ૮૯૮