________________
૩૦
સમાધિશતક સ્વરૂપે ધારે તે જ છે. આત્માને જ આત્મા ધાર્યા વિના કેઈની મુક્તિ થઈ નથી, અને થવાની પણ નથી. ૭૪.
ત્યારે મુક્તિ પામવા માટે કઈ ગુરુ જોઈએ કે નહિ તે વિષે કહે છે -
દેહાદિમાં દઢાત્મ ભાવનાથી આત્મા જન્મ-મરણ રૂપી સંસારમાં ભ્રમણ કરે છે અને આત્મા જ આત્માને પિતાના ઉપર આત્મબુદ્ધિ સ્થિર કરી પોતાને મેક્ષમાં લઈ જાય છે, માટે પરમાર્થે જતાં તે આત્મા જ આત્માને ગુરુ છે, બીજે નથી. પછી વ્યવહારથી ગુરુ હેય તે હરક્ત નથી. ૭૫.
દેહાત્મ બુદ્ધિવાળે મરણ સમયે શું વિચારે છે તે કહે છે –
દેહાદિમાં દઢ આત્મબુદ્ધિવાળો એ બહિરાત્મા, પ્રાણ વિયેગરૂપ મરણ, તથા સગાંસંબંધી, મિત્ર, પુત્ર આદિને વિયેગ એ બે વાત જોતાં જ મરણથી બહુ ડરે છે, અનેક પ્રકારની ચિંતા કરે છે, મેહમાયામાં મુંઝાય છે અને બહુ ભય પામે છે. ૭૬.
જેને આત્મામાં જ આત્મબુદ્ધિ છે તે મરણ સમીપ આવતા શું કરે છે તે કહે છે –
આત્મામાં જ આત્મબુદ્ધિ છે એ અંતરાત્મા શરીર ગતિ એટલે શરીર પરિણતિ, અથવા શરીર વિનાશ અથવા બાલ્યાદિ અવસ્થા તેને આત્મા થકી ભિન્ન માને છે. અને જાણે કે શરીરનાં ઉત્પાદ-વિનાશાદિથી આત્માને કોઈ જ લાભ કે હાનિ નથી. તેથી ભય કે શેક કરતું નથી. જેમ એક વસ્ત્ર