________________
સમાધિશતક માની લે છે. આત્મા અને દેહના અભેદ અધ્યવસાય રૂ૫ ભ્રાન્તિ એ દઢ પ્રત્યય–વિશ્વાસ અજ્ઞાની જીવોને થાય કે તે શરીરને જ આત્મા માને છે અને તેથી તે શરીર ઉપર મમતા રાખે છે, અને સ્વ-તત્ત્વનું ભાન ભૂલે છે, એવા અજ્ઞાની છે ચતુતિરૂપ સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. બહિરાત્મા અજ્ઞાનથી આસવના હેતુઓને રાચીમાચી સેવે છે અને અંતે સ્વજીવન નિષ્ફળ પણે વ્યતીત કરી માનવ ભવ હારી જાય છે. ૬૯.
માટે યથાર્થ આત્મસ્વરૂપ જાણવાની ઈચ્છા રાખનારે આત્માને દેહથી ભિન્ન ભાવ તે કહે છે:
રે, જાડે, હું દુર્બળ, હું બળવાન ઈત્યાદિ જે જે પ્રત્યય શરીરમાં થાય, તેને આત્માના વિશેષણ રૂપે માનવા નહિ અને આત્માની ધારણા કરવી. વિશેષતઃ ચિત્તમાં તેનું જ ધ્યાન કરવું. કેવળ જ્ઞાનમય સ્વરૂપ છે જેનું, એટલે જ્ઞાન શરીરવાળે આત્મા ધારે, અનેક પ્રકારનાં કામ કરતાં પણ અંતરથી સતત તેવી જ ધારણા રાખવી, એવી ધારણા રાખવાથી ભેદજ્ઞાન દૃઢ થાય છે, અને તેવી દઢતાની વૃદ્ધિ થવાથી રાગદ્વેષની પરિણતિ સ્વયંમેવ મંદ પડે છે, અને અંતરમાં આનંદ પ્રગટે છે. ૭૦. - ઉપરોક્ત સ્વરૂપવાળા આત્માની એકાગ્ર મનથી જે ભાવના કરે તેને જ મુક્તિ મળે, બીજાને નહિ એમ બતાવે છે –
જેના ચિત્તમાં અચલ આત્મસ્વરૂપની ધારણા છે, તે અંતરાત્માને અવશ્ય થવાવાળી મુક્તિ થાય છે અને જેને પૂર્વોક્ત પ્રકારની અચલ ધારણ નથી, તેને તે અવશ્ય મુક્તિ