________________
સમાધિશતક રાગના વશથી કંકણુ, ભૂષણદિની શેભા કરવી, સારા સારા વસ્ત્રોથી શણગારવું આદિ કૃત્યથી અનુગ્રહબુદ્ધિ શરીરાદિમાં રાખવી તે, જ્યાં સુધી શરીરાદિને વિષે આત્મબુદ્ધિ રાખી પ્રવૃત્તિ કરવી, ત્યાં સુધી સંસાર છે. ૬૧
ને તેને અભાવ થતાં મુક્તિ થાય તે બતાવે છે –
સ્વબુદ્ધિ એટલે આત્મબુદ્ધિથી કાયા, વાણી અને ચિત્ત એ ત્રણે ને જ્યાં સુધી અભેદ સમજે, તેને આત્માના અંગ સમજે ત્યાં સુધી સંસાર અને તેમના ભેદને અભ્યાસ એટલે મન, વચન, શરીરથી, આત્મા ભિન્ન છે, એવા નિશ્ચયપૂર્વકને અભ્યાસ થતાં મેક્ષ થાય છે. ભેદ જ્ઞાની આત્મા સ્વહિત સાધી માનવજન્મને સફળ કરે છે. ૬૨.
ઘન એટલે જાડું વસ્ત્ર પહેરવાથી પિતે જાડે થાય છે એમ બુદ્ધિજન માનતું નથી, એમ શરીર જાડું થતાં અંતરાત્મા પણ આત્મા જાડે થાય છે એમ માનતા નથી. ૬૩.
વસ્ત્ર જીર્ણ થતાં બુદ્ધજન શરીર જીર્ણ થયું માન નથી, તેમ સ્વદેહ જીર્ણ થતાં અંતરાત્મા પિતાના આત્માને જીર્ણ થયેલ માનતું નથી. ૬૪.
વસને નાશ થતાં બુદ્ધિમાન પુરુષ પિતાનાં શરીરને નાશ થયે માનતા નથી, તેવી રીતે અંતરાત્મા પિતાનાં શરીરને નાશ થવાથી પિતાના આત્માને નાશ થયે માનતા નથી. દા.
વસ્ત્ર લાલ રંગનું હોય તે બુદ્ધિમાન પિતાના શરીરને લાલ રંગનું માનતું નથી, તેવી રીતે અંતરાત્મા પોતાનું શરીર લાલ હેય તે પણ પોતાના આત્માને લાલ થયેલે માનતા નથી. ૬૬.