________________
સમાધિશતક વિષયે ક્ષણભંગુર છે, પરાધીન છે, વિષમ છે, દુઃખરૂપ છે, અને તે આત્માને હિતકર નથી. છતાં મહાસક્ત જીવ એ વિષયની પ્રાપ્તિમાં જ સંલગ્ન રહે છે, અહો ! તે જ અતિ ખેદને વિષય છે. પપ.
અનાદિકાળથી બહિરાત્માઓ સૂતેલા છે, અર્થાત્ સમતિ, વિના તથા આત્મજ્ઞાન વિના નિગોદાદિકમાં અતીવ જડતાને પામ્યા છતાં સૂઈ રહ્યા છે. તે જીવેને ગાઢ મિથ્યાત્વ રૂપ નિદ્રાની લહેરીએ એવી તે આવી રહી છે કે તે બિચારા કશું પણ સમજી શકતા નથી, કદાપિ દેવગે સંજ્ઞા પામી જાગે છે તે હું અને મારું એમ માનતા જ જાગે છે, તે હું અને મારું એ અધ્યાસ પણ પિતાના આત્માથી ભિન્ન એવી વસ્તુઓમાં ધારણ કરે છે, અર્થાત્ સ્ત્રી-પુત્રાદિ પરપદાર્થોને પિતાના માને છે અને અનાત્મ જે શરીર તેને હું હું એમ માને છે, એવા બહિરાત્માને અધ્યાસ બ્રાન્તિવાળ વતે છે. ૫૬.
માટે બહિરાત્મરૂપ તજીને સ્વ-પર દેહને આ પ્રમાણે જે –
જેમાં પિતાને આત્મા રહે છે, તે શરીરને અનાત્મ બુદ્ધિથી જેવું, અને પરના દેહને પણ અનાત્મબુદ્ધિથી જોતાં રહેવું, આત્મસ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે, એવા ભવ્ય પુરુષે આ પ્રમાણે સદાકાળ પ્રવૃત્તિ કરવી, તેથી અંતરમાં ઉપગ સહેજે પ્રગટશે. ૫૭.
મૂહાત્માને તે શા માટે બતાવવામાં આવતું નથી, કે તે પણ જાણે, એન પુછનારને કહે છે.