________________
૨૨
સમાધિશતક દેહમાં આત્મ બુદ્ધિ કરનાર બહિરાત્મા સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ સમુહરૂપ સંસારને વિશ્વાસલાયક અને રમણીય માને છે, તેને સંસારમાં જ આનંદ આવે છે ત્યાં જ તેની આસક્તિ છે,
જ્યારે સમ્યમ્ દષ્ટિ અંતરાત્માને એ સર્વ સંસારિક પર પદાર્થોમાં વિશ્વાસ કે આસકિત કેમ સંભવે? અર્થાત્ અંતરાત્મા સંસારી પદાર્થોમાં લુબ્ધ થતાં નથી. ૪૯.
અંતરાત્માએ આત્મજ્ઞાનથી ભિન્ન એવા બીજા કોઈ કાર્યને લાંબા સમય મનમાં ધારણ કરી રાખવું નહિ. સ્વપરના ઉપકાર માટે કદાચ વચન તથા કાયાથી કંઈ કરવું પડે તે તે અનાસક્ત ભાવે કરવું. અંતરાત્મા મુમુક્ષુએ પિતાને અધિક સમય આત્મચિંતનમાં જ વ્યય કરે. સ્વપરના ઉપકારને કારણે કંઈ પણ કાર્ય કરવું પડે છે તે અનાસક્ત ભાવે જ કરવું. ૫૦.
જે શરીરાદિક પદાર્થો ઈન્દ્રિય વડે હું જોઉં છું તે મારું સ્વરૂપ નથી, હું તે અરૂપી છું, ઇન્દ્રિયે તેને ગ્રહણ કરી શકતી નથી, બાહ્ય ઈન્દ્રિયાને સ્થિર કરીને અંતરમાં સ્વયંવેદનથી–સ્વાનુભવથી જે તિ દેખું છું તે જ આત્માસ્વરૂપ છે, તે આનંદમય જ્ઞાન પ્રકાશ હું છું, તે જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. જે બાહ્ય વસ્તુમાં સુખ માની આત્મજ્ઞાનથી વિમુખ થઈ ઉપરથી નદી, દેવમંદિર વગેરેને તીર્થમાની તેને જ તરવાને એકાંત ઉપાય માને છે તે અજ્ઞાન છે. ૫૧.
જેણે આત્મભાવનાને હમણાં જ અભ્યાસ શરૂ કર્યો હોય તેને તેના જૂના અભ્યાસને લીધે બાહ્ય વિષયમાં સુખ