________________
સમાધિશતક દેખાય, અને આત્મસ્વરૂપની ભાવના ભાવવામાં કષ્ટ, દુઃખ લાગે, પરંતુ આત્મસ્વરૂપને યથાર્થ રીતે જાણીને તેને અભ્યાસ વધતા અને મન સુદઢ થતાં, તેને બાહ્ય પદાર્થો સુખરૂપ લાગતા નથી. તેને કેવળ આત્મ ચિંતનમાં સુખને અનુભવ થાય છે, માટે આત્મચિંતનને અભ્યાસ કરતાં રહેવું જોઈએ. પર.
આત્મતત્વને વિષે બોલવું અર્થાત્ તેની પારકા આગળ વાત કરી તેની સિદ્ધિ કરવી, તેમ જ જેઓએ આત્મ સ્વરૂપ જાણ્યું છે, તેમને આત્મતત્વની પૃચ્છા કરવી અને આત્મતત્ત્વનું જ્ઞાન સંપાદન કરવું, તેની જ ઈચ્છા રાખવી અર્થાત આત્મતત્વને જ પરમાર્થ સત્ય માનવું, અને આત્મ સ્વરૂપમાં જ નિમગ્ન થવું. એમ કરવાથી બહિરાત્મ બુદ્ધિ સ્વરૂપ, જે અવિદ્યા તેને ત્યાગ થાય અને વિદ્યામય જે પરમાત્મા સ્વરૂપ તે પ્રગટ થાય. ૫૩.
વાણી અને શરીરને આત્મા જાણવારૂપ જેને બ્રાતિ. છે તે બહિરાત્મા તે વાણી અને શરીરને આત્મા જાણે યથાર્થ આત્મસ્વરૂપને જાણનાર તે શરીર અને વાણીથી છે, પરંતુ આત્માને પૃથક એટલે પરસ્પર ભિન્ન બરાબર જાણે છે. ૫૪.
આ પ્રમાણે ન જાણનાર મૂહાત્મા જેમાં આસક્ત છે, તેમાંનું કશું તેને દુઃખ આવતા કામ આવતું નથી. તે કહે છે –
ઈન્દ્રિયેના વિષયોમાં એક પણ વિષય એ નથી કે જે આત્માને હિતકર હોય, તે પણ અજ્ઞાની બહિરાત્મા ચિરકાળના મિથ્યાત્વના સંસ્કારથી તેમાં આસક્ત રહે છે, પાંચ ઇન્દ્રિયના