________________
સમાધિશતક અવિક્ષિપ્ત એટલે રાગાદિ રૂપે અપરિણત એવું જે નિશ્ચલ મન તે તે આત્મતત્વ અર્થાત્ આત્માનું યથાર્થ સ્વરૂપ અને તેથી વિપરીત આત્મબ્રાન્તિ માટે અવિક્ષિપ્ત મનને આશ્રય કર, મનને સદા અવિક્ષિપ્ત જ રાખવું, વિક્ષેપ પામવા દેવું નહિ, મનને વિક્ષેપ શાથી થાય છે, અને અવિક્ષિપ્ત કેમ થાય તે કહે છે. ૩૬.
શરીરાદિ જગતના માયિક પદાર્થોને પવિત્ર, સ્થિર તથા આત્મરૂપ માનવા તે અવિદ્યા, તેને અભ્યાસ એટલે પુનઃ પુનઃ તે માયિક પદાર્થોમાં પ્રવૃત્તિ, અને તે પ્રવૃત્તિથી પેદા થયેલા સંસ્કાર એ વાસના, તેને કરીને અવશ એટલે વિષયેન્દ્રિયાધીન થયેલ મન વિક્ષેપતાને પામે છે, ને તેનું તે જ મન જ્ઞાન સંસ્કારથી એટલે આત્માને શરીરાદિ થકી ભિન્ન જાણવા રૂપ પુનઃ પુનઃ અભ્યાસથી, સ્વતઃ એટલે પિતાની જ મેળે, આત્મસ્વરૂપ તત્વમાં અવિક્ષિપ્ત હેઈ સ્થિર થાય છે. ૩૭.
અવિક્ષેપનું ફળ બતાવવા કહે છે –
અપમાન એટલે પિતાના મહત્વનું ખંડન. અવજ્ઞા, એટલે તિરસ્કાર, મદ, ઈર્ષા, માત્સર્ય, આદિ તે જેના વડે ચિત્તને વિક્ષેપ થાય, અર્થાત્ રાગાદિ પરિણામ થાય, તેને તે વિન્ન કરે છે, ને જેના ચિત્તને વિક્ષેપ થતું નથી, તેને તેમાંનું કાંઈ પણ થતું નથી, દોષયુક્ત ચિત્ત તે જ સંસાર છે. ૩૮.
અપમાનાદિન અપગમને ઉપાય કહે છે –
મેહનીય કર્મોદયથી જ્યારે તપસ્વીને આત્મામાં રાગદ્વેષ ઉત્પન્ન થાય ત્યારે બાહ્ય વિષયથી વ્યાવૃત્ત (પાછા હઠી) કરેલા