________________
સમાધિશતક
હેવાથી તેમનામાં રાગ-દ્વેષાદિને અભાવ છે, તેથી મારા પ્રત્યે તેમનામાં શત્રુ-મિત્રાદિ ભાવ કેમ સંભવે? ર૬.
હવે અંતરાત્મા બહિરાત્માને ત્યાગ કરે તે પછી પરમાત્મા પ્રાપ્તિને શું ઉપાય તે બતાવવા કહે છે.
એ પ્રમાણે બહિરાત્માને તજીને અંતરાત્મામાં સ્થિર થયેલાએ સર્વ સંકલ્પ વર્જિત પરમાત્માની પૂર્વોક્ત પ્રમાણે ભાવના કરવી. અંતરાત્મ પદ પ્રાપ્ત કરે છd, બહિરાત્માને ત્યાગ કરી, અંતરાત્મા પરમાત્માની ભાવના કરે. કેવા પ્રકારના પરમાત્મા છે?
તે કહે છે કે, સર્વ સંક૯૫ વર્જિત છે, અથવા સર્વ સંકલ્પને ત્યાગી પરમાત્માને ભાવે તે પરમાત્મા થાય છે, જે જેનું ધ્યાન કરે, તે તે થાય છે. ર૭.
હવે ભાવનાનું ફળ કહે છે
પરમાત્માપદની ભાવના ભાવતા રહેવાથી સેહમ એ જ છું. “હું જ પરમાત્મા સમાન આત્મા છું.” એવા સંસ્કાર પ્રાપ્ત થાય છે, ગ્રહણ થાય છે. એ પ્રમાણે વારંવાર તેને અભ્યાસ કરતા રહેવાથી તે સંસ્કાર દઢ થઈ જાય છે, ત્યારે આત્મસ્થિતિને પ્રાપ્ત કરે છે, સ્વસ્વરૂપમાં સ્થિર થાય છે. ૨૮.
મૂહાત્મા તે બહિરાત્મા. જ્યાં શરીર, પુત્ર, કલત્ર, ધન, ધાન્ય આદિ ઉપર વિશ્વાસ કરે છે, એ સર્વ વસ્તુઓ મારી છે, હું એ વસ્તુથી ભિન્ન નથી, એમ અભેદ બુદ્ધિ અશુદ્ધ