________________
જ.
સમાધિશતક હું છું. હું બાહ્ય ઈન્દ્રિયે વડે અગોચરપણાથી કથન કરવાને અશક્ય અને સ્વસંવેદન જ્ઞાન વડે ગ્રાહ્ય છું. ૨૪.
સ્વરૂપને જાણનારને રાગાદિ ક્ષીણ થયેલા હોવાથી કવચિત પણ શત્રુ-મિત્ર વ્યવસ્થા રહેતી નથી તે દર્શાવે છે –
અહીં જ અર્થાત્ આ જન્મમાં જ, જ્ઞાન સ્વરૂપ સર્વ પરભાવથી રહિત એવા નિર્મળ આત્માને જાણનાર પુરુષના રાગ-દ્વેષાદિ દોષોને નાશ થાય છે. શાથી ક્ષીણ થાય છે? તે ઉત્તરમાં સમજવું કે આત્માને તત્વથી જાણવાથી, યથાવત્ આત્મસ્વરૂપ જાણવાથી, રાગાદિ ક્ષીણ થયા તેથી મારે શત્રુ કે મિત્ર રહેતા નથી. ૨૫.
તથાપિ કોઈ એમ શંકા કરીને કહે છે ભલે તું બીજા કોઈને શત્રુ મિત્ર ન હોય તે પણ બીજા કોઈ તે તારા શત્રુમિત્ર હશે ને? તે શંકાનું સમાધાન કરે છે
અંતર આત્મા સમાધાન કરે છે કે અજ્ઞાની અને તે મારા આત્માને દેખતા-જાણતા નથી. મારું આત્મસ્વરૂપ તે અતીન્દ્રિય હોવાથી તેમની ઈન્દ્રિયોને અગોચર છે, તેથી તેઓ મારા વિષે શત્રુ મિત્રની કલ્પના કેવી રીતે કરી શકે? તેઓ તે મારા જડ શરીરને જ દેખે છે. શરીરથી ભિન્ન એ આત્મા તે દેખાતું નથી, તે ભલે તેઓ મારા શરીરને શત્રુ-મિત્ર માને. મારા આત્માને તેથી શું?
જ્ઞાનીજને મારા શુદ્ધાત્મ સ્વરૂપને યથાવત્ જાણતા