________________
સમાધિશતક પર એટલે ઉપાધ્યાય ગુરૂ આદિ તે મને પ્રતિપાદન કરે, જ્ઞાન આપે અને હું શિખ્યાદિને પ્રતિપાદન (શિક્ષણ આપવું.) કરવા બેસું, તે બધી મારી ઉન્મત્ત (પાગલપણું) ચેષ્ટા જ છે, મેહ માત્રને લઈને એ આખું વિકલ્પ જાળ પ્રવર્તે છે, એમ કેમ કહો છે! તે કે હું તે કેવળ નિર્વિકલ્પ છું, વચન વિકલ્પ વડે હું અગ્રાહ્ય છું. ૧૯.
તે જ વિકલ્પાતીત સ્વરૂપનું નિરૂપણ કરે છે, જે શુદ્ધાત્મ સ્વરૂપ, અગ્રાહ્ય એવું જે કર્મોદય નિમિત્ત ક્રોધાદિ સ્વરૂપ તેને ગ્રહનું નથી, અર્થાત્ આત્મસ્વરૂપે માનતું નથી, અને ગ્રાહ્યને (ગ્રહણ કરવાને) એટલે નિરંતર સિદ્ધ એવા પિતાને અનંત જ્ઞાનાદિ સ્વરૂપને તજતું નથી. આવું જ શુદ્ધાત્મ સ્વરૂપ તે શું કરે છે? શું જાણે છે?
ચેતન અચેતન–સર્વને જાણે છે, દ્રવ્ય પર્યાયાદિ સર્વ પ્રકારે સર્વને જાણે છે, આવું જ રૂપ તે સ્વસંવેદ્ય-સ્વસંવેદન ગ્રાહ્ય સ્વરૂપ તે હું આત્મા છું. એવા સ્વરૂપ પરિજ્ઞાન પૂર્વે મારું ચેષ્ટિત સ્વરૂપ કેવું હતું તે કહે છે. ૨૦.
જેને એક થાંભલે જોતાં આ પુરુષ છે. એવી ભ્રાન્તિ થઈ છે, તે પુરુષ થાંભલા પ્રતિ જેવી ચેષ્ટા કરે છે, તેવી જ મારી પણ ચેષ્ટા હતી. તેના પ્રતિ? તે કહે છે કે, દેહાદિ પ્રતિ, શા કારણથી ? આત્મવિશ્વમથી, અર્થાત્ દેહાદિને આત્મ રૂપે માનવાના ભ્રમથી. ક્યારે ? પૂર્વ એટલે કે ઉક્ત પ્રકારે આત્મસ્વરૂપના પરિજ્ઞાન પૂર્વ. ૨૧. નોંધ – પ્રતિપાદન–શીખવું અને શીખવવું.