________________
સમાધિશતક હવે આત્માને દેહ સાથે બાંધી રાખનાર બહિરાત્માના દુવિલાસને અનુશય કરતા
આચાર્ય કહે છે–
પુત્ર, ભાર્યાદિ કલ્પના થઈ. શાને વિષે? દેહને વિષે, આત્મથી થતાં તે કયાં થતાં? દેહને વિષે. અર્થ એ છે કે, પુત્રાદિ દેહને જીવત્વરૂપે માનનારાને મારો પુત્ર, મારી ભાર્યા, ઈત્યાદિ કલ્પના વિકલ્પ પેદા થાય છે. એવાં જે અનાત્મ રૂપ તેના થકી, આત્માને પુત્ર ભાર્યાદિ સંપત્તિને પોતાની માને છે. અહો ! એમ માનનારું જગત વિનાશ પામી રહ્યું છે. અર્થાત્ સ્વરૂપના પરિજ્ઞાન વિના માત્ર બહિરાત્મ થઈ ગયું છે. ૧૪.
હવે કહેલા અર્થને ઉપસંહાર કરી અંતરાત્મા થવાનું કહે છે!
સંસાર દુઃખનું મૂળ કારણ દેહમાં આત્મબુદ્ધિની ભ્રાન્તિ થવી તે જ છે, માટે તે બુદ્ધિને ત્યાગીને અંતરમાં પ્રવેશ કરે. આત્મા આત્મા જ છે. એવી બુદ્ધિ કરવી, અર્થાત્ બહિરાત્મ ભાવ ત્યાગી અંતરાત્મા બનવું. અંતરાત્મા કેવી રીતે બનવું? તત્ત્વ સ્વરૂપને સમ્યફ પ્રકારે સમજ આત્મામાં આત્મબુદ્ધિ કરવી, જડ વસ્તુ તે કદાપિ કાળે પિતા રૂપ થવાની નથી, માટે તે પિતાની નથી એવો નિશ્ચય કરે. ૧૫.
હવે અંતરાત્મા થયેલ જીવ અલભ્ય લાભ પામી, પિતાની બહિરાત્મ વૃત્તિને યાદ કરી ખેદ કરે છે, મત હોઈ આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થયેલ અને ઇન્દ્રિય દ્વારા વિષયમાં આસક્ત થયે એ હું પોતે જ આત્મા છું. શરીરાદિ તે આત્મા નથી એમ પૂર્વે જાણ્યું નહિ, અહો! કેટલી મોટી ભૂલ થઈ?