________________
સમાધિશતક
વિશ્વમ એટલે વિપર્યાસ–મિથ્યાજ્ઞાન, તે થાય છે. કોને થાય છે? તે જે આત્મસ્વરૂપને નથી જાણતા તેઓને. શાથી થાય છે? પૂર્વોક્ત એવા સ્વપર અધ્યવસાયથી. ક્યાં થાય છે? કે દેહને વિષે. શા પ્રકારને વિભ્રમ થાય છે? કે પુત્ર ભાર્યાદિ ગોચર, અર્થાત્ આત્માને ઉપકારક નહિ એવા પુત્ર દારા, ધન, ધાન્યાદિને પિતાનાં ઉપકારક માને છે, પિતાના માને છે, એ ભ્રમ થાય છે, તેમની સંપતિથી સંતોષ માને છે, તેમના વિયેગથી મહા સંતાપ માની પ્રાણ ત્યાગ કરવાને પણ તૈયાર થાય છે. એવા વિશ્વમથી શું થાય તે કહે છે? ૧૧.
તેથી બહિરાત્મામાં અવિદ્યાના સંસ્કાર દઢ થાય છે, તેથી અજ્ઞાની જ જન્માન્તરમાં પણ શરીરને જ આત્મા માને છે. તે વિભ્રમમાંથી બહિરાત્માને સંસ્કાર રૂપ વાસના દઢ થાય છે, તેને અવિદ્યા કહે છે. એનાથી અવિવેકીએ પુનઃ એટલે જન્માંતરે શરીરને જ આત્મા માને છે. એમ માની શું કરે છે. તે કહે છે. ૧૨.
અનાદિકાળથી બહિરાત્માને દેહમાં આત્મબુદ્ધિની ભ્રાન્તિ થઈ છે, અને તે આત્માને પરમાનંદ નહિ પામવા દેતા દેહમાં જ બાંધી રાખે છે, સંસારમાં પરિભ્રમણ કરાવે છે, અર્થાત્ દીર્ઘ સંસાર તાપમાં તપાવે છે, આત્માને જડ જે રાખે છે. જેને આત્મામાં જ આત્મબુદ્ધિ છે એ અંતરાત્મા પિતે પુદ્ગલના સંગથી આત્માને મુક્ત કરે છે અને પરમાત્મા રૂપ બને છે. ૧૩.