________________
સમાધિશતક અપેક્ષાએ ત્રિધાત્મનું અભાવપણું ઘટતું નથી, અથવા ભવ્ય રાશિની અપેક્ષા એ સર્વ દેહ એમ કહ્યું છે એમ પણ માની શકાય અથવા પાસેના તેથી દૂર, અને સૌથી દૂર એવા સર્વ ભવ્યને વિષે એ પ્રમાણે ભવ્યાભવ્ય સર્વત્ર ત્રિધાત્મા કહ્યો, ત્યારે શ્રીસર્વજ્ઞ જે પરમાત્મા છે તેનામાં અંતરાત્માને બહિરાત્માના અભાવને લીધે એ વાત ઘટે નહિ, એ શંકા પણ નકામી છે, કેમ કે ભૂત પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ તેમનામાં પણ તે આત્માને વિરોધ નથી, અને ધૃત ઘટની પેઠે સિદ્ધ થાય છે.
જે સર્વાવસ્થામાં પર એ પરમાત્મા થયે તે પૂર્વે પણ બહિરાત્મા, અંતરાત્મા હતા. એ તે ઘનઘટની જેમ સિદ્ધ જ છે. અંતરાત્માનું પણ બહિરાત્મત્વ તથા પરમાત્મત્વ ભૂત ભાવિ પ્રજ્ઞાપન નયાપેક્ષાએ સમજી લેવું.
ત્યારે એ ત્રણમાંથી શાથી શાનું ઉપાદાન કરવું ? શાને ત્યાગ કરે ? તે કહે છે.
પરમાત્માને પામવા અને બહિરાત્માને તજે તે માટે પ્રયત્ન મધ્ય અથવા અંતરાત્માએ કરે. બહિરાત્માને અંતરાત્મા બનતા ત્યાગ. હવે આગળ ત્રણેનું પૃથક લક્ષણ બતાવે છે. ૪.
શરીરાદિને વિષે આત્મબ્રાન્તિ જેને છે તે બહિરાત્મા, ચિત્તદેષરૂપ બ્રાતિરહિત તે અંતરાત્મા અને અતિ નિર્મળ તે પરમાત્મા.
શરીરાદિ એટલે શરીર, વાણી અને મન; તેમને વિષે આત્મબુદ્ધિ જેને થઈ છે તે બહિરાત્મા, ચિત્ત એટલે વિકલ્પ, દેષ