________________
૪
સમાધિશતક છે તેથી ઈચ્છારહિત છે. એવા તીર્થકર એટલે સંસાર સમુદ્રથી તરવાના તીર્થ જેવું આગમ (તીર્થ) કરનાર છે, શિવાય-પરમ કલ્યાણ સ્વરૂપ છે, તેમને ધાત્રે એટલે સકલ લેકને ઉદ્ધાર કરનાર એવા તેમને, સુગતાય એટલે સમ્યમ્ અનંત ચતુષ્યને જે પામેલા છે એવા, વિષ્ણુ એટલે સર્વ કાલેકના કેવલજ્ઞાન વડે વ્યાપક એવા તેમને, જિન એટલે કર્મરૂપ શત્રુઓને જીતનાર એવા, સકલાત્મા એટલે કલાએ સહવર્તમાન છે શરીર જેનું તે સકલ તેવા આત્મા એવા તેમને નમસકાર. ૨.
શક્તિથી અનુસરીને, શ્રત થકી, લિંગ થકી, સાહિત અંતઃકરણ વડે નિરીક્ષા કરીને કૈવલ્ય સુખની સ્પૃહા કરનાર માટે, વિવિક્ત આત્મસ્વરૂપ કહું છું.
ઈષ્ટદેવને નમસ્કાર કર્યા પછી, વિવિક્ત એટલે કર્મના મળથી રહિત એવા આત્માનું, જીવનું સ્વરૂપ કહું છું. શક્તિને અનુસરી યથાશક્તિ કહું છું. તેવા આત્માની નિર્મળ મનથી નિરીક્ષા કરીને કહું છું, નિરીક્ષા શાથી થાય?
એક તે શ્રતિ એટલે સૂત્ર સિદ્ધાંતથી, તેમજ લિંગ થકી એટલે હેતુ થકી નિરીક્ષા કરીને કહું છું, તે આ પ્રમાણે, આત્મા શરીરાદિથી ભિન્ન છે, કેમ કે તે ભિન્ન લક્ષણવાળા છે. જે જેનાથી ભિન્ન લક્ષણવાળું હોય તે તેનાથી ભિન્ન હોય જેમ કે જળ અને અગ્નિ, એ જ પ્રમાણે આત્મા અને શરીર ભિન્ન લક્ષણે પિત છે, એ લક્ષણ કંઈ અપ્રસિદ્ધ છે એમ પણ નથી. કેમ કે આત્મા છે તે ઉપયોગ સ્વરૂપે ઉપલક્ષિત છે, ને શરીરાદિ છે તે તેથી વિપરીત જડ સ્વભાવવાળું છે.