________________
ઈઝોપદેશ થાય છે. તે પછી બીજે જ્યારે આ ભવમાં કે બીજા ભવમાં બદલે લેવા તારા ઉપર અપકાર કરે, તને સંતાપે કે સતાવે, દુઃખ આપે ત્યારે તું કોધ શા માટે કરે છે? “વાવે તેવું લણે' એ તે જગતને નિયમ છે. એટલે આપણું અહિત કરનાર ઉપર પણ બુદ્ધિમાને અપ્રીતિ, અપ્રેમ કે દ્વેષ કરે નહિ. ૧૦.
શિષ્યને પ્રશ્ન – રાગદ્વેષથી આત્માનું શું અહિત થાય છે?
આચાર્ય સમાધાન કરે છે કે –
નેતરાં (રસ્ટિ, દોરી)ની ખેંચતાણથી રયે છાશ કરવાની ગેળીમાં ઘૂમ્યા કરે છે, તેમ જીવાત્મા રાગદ્વેષ રૂપી બે નેતરાંથી ખેંચાઈને આ ભવાબ્ધિમાં અજ્ઞાનતાથી ઘૂમ્યા કરે છે, ભવબ્રમણ કર્યા કરે છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ રૂપ પંચ પરાવર્તન રૂપ સંસાર, દુઃખનું કારણ હેવાથી અને દુસ્તર હોવાથી સમુદ્ર સમાન કહેવાય છે. એવા આ સંસારમાં શરીર આદિમાં આત્મબ્રાન્તિથી જીવાત્મા દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરે છે.
ઈષ્ટ વસ્તુમાં પ્રીતિ થવાને રાગ અને અનિષ્ટ વસ્તુમાં અપ્રીતિ થવાને દ્વેષ કહે છે. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ અવશ્ય હેય છે. નિજત્વને ભાવ થયે કે ત્યાં પરને ખ્યાલ આવી જાય છે. સ્વ અને પરિને ભેદ થયે એટલે સ્વમાં રાગ અને પરમાં દ્વેષ રૂપ ભાવ થઈ જાય છે. રાગ-દ્વેષથી
છે. ૧૦