________________
ઈષ્ટાપદેશ
છે, સમજે છે. દેહ, ઘર, સ્ત્રી, પુત્ર, મિત્ર, શત્રુ વગેરે સર્વ આત્મસ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા છે. પરંતુ મેહને વશી ભૂત થયેલા પ્રાણીઓ તેને જ આત્મા માને છે, અને તે જ પિતાનું સ્વરૂપ છે, એમ સમજે છે. ૮.
દેહાદિ પદાર્થો કેવા છે તે દૃષ્ટાંતથી આગળ સમજાવે છે.
જુદા જુદા દેશમાં અને જુદી જુદી દિશાઓમાંથી ઉડતા ઉડતા આવીને પક્ષીઓ સાંજના એક ઝાડ ઉપર વિશ્રામે લે છે, રાતના આરામ કરે છે, અને સવાર થતાં વળી તે સર્વ પક્ષીઓ જુદી જુદી દિશામાં ઊડી જાય છે. તેવી જ રીતે નરક, તિર્યંચાદિ ચતુર્ગતિમાંથી સંસારી જીવાત્માએ આ મનુષ્ય લેકમાં આવે છે, કેઈક કુળમાં ઉત્પન્ન થાય છે, માતા, પિતા, સ્ત્રી, પતિ, પુત્ર, પુત્રી, વગેરે સંબંધ બાંધે છે, અને પાછા આયુષ્ય પૂર્ણ થયે પિતાના કર્માનુસાર કઈ પણ ગતિમાં ચાલ્યા જાય છે. આમ હકીક્ત છે, તે બુદ્ધિમાન મનુષ્ય સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ અન્ય સ્વભાવવાળા સ્ત્રી, પુત્રાદિ જનેમાં આત્મીય બુદ્ધિ કેમ રાખી શકે ? માટે હે જીવાત્મા ! મેડનું આવરણ દૂર કરીને સત્ય સ્વરૂપ સમજવા માટે પ્રયત્નવંત બન ! ૯.
ઉસ્થાનિકા:- શત્રુ પ્રત્યે શત્રુભાવ રાખે તે અજ્ઞાનતા છે, તે દષ્ટાંતથી હવે પછી સમજાવી અને શત્રુભાવ દૂર કરવાની પ્રેરણ કરે છે –
હે જીવાત્મા! તું બીજાને સંતાપે છે, સતાવે છે, દુઃખ આપે છે, તેના ઉપર અપકાર કરે છે, ત્યારે તને આનંદ