________________
ઇષ્ટદશ કર્મોની નિર્જરા થાય છે, એમ કહ્યું તે વ્યવહાર નયનું કથન છે, પરમાર્થથી નહિ, એમ આચાર્યશ્રી કહે છે. ૨૫.
શિષ્ય—હે ભગવન્! જે આત્મદ્રવ્ય અને કર્મ દ્રવ્યને અધ્યાત્મ કેગના બળથી બંધ નથી થતું, એમ આપે બતાવ્યું તે પછી એ બન્નેમાં પરસ્પરના પ્રદેશે મળી જવા રૂપ કેવા પ્રકારનો બંધ થાય છે? આચાર્ય કહે છે –
આ મારું છે, હું એને છું” એવી મમતાથી જીવને કર્મ બંધ થાય છે, અને નિર્મમત્વ ભાવથી મમતા રહિત, રાગાદિ રહિત ઉપગવાળો થઈ જાય તે જીવાત્મા કર્મબંધથી મુક્ત બને છે. હલનચલન રૂપ કિયા કર્મબંધનનું કારણ નથી, તેમજ ઈન્દ્રિય કે ચેતન, અચેતન પદાર્થ કર્મબંધનું કારણ નથી, પરંતુ જીવને રાગાદિ સહિતને ઉપગ જ કર્મબંધનું કારણ છે. જે જીવ રાગદ્વેષ રહિત બને, એટલે મમતા રહિત બને, નિર્મમ બને તે તે કર્મોથી છૂટી જાય છે.
શરીરાદિ સર્વે મારાથી ભિન્ન છે, કોઈ મારું નથી. પરમાર્થથી હું એ સર્વથી ભિન્ન છું. હું કોઈને નથી, કંઈ જ મારું નથી, કઈ મારું નથી, એવી શ્રુતજ્ઞાનની ભાવના મુમુક્ષુએ ભાવવી જોઈએ. જ્યાં સુધી મુક્તિ થાય નહિ ત્યાં સુધી, પર દ્રવ્યથી છુટવાની ભાવના કરવી જોઈએ. જ્યારે એને અભાવ થઈ જશે ત્યારે પ્રવૃત્તિ જ નહિ રહે, બસ તેને જ અવિનાશી પદ જાણે. ૨૬.