________________
૨૦
ઈટોપદેશ શિષ્ય-નિર્મમત્વનું ચિંતવન કરવાને ઉપાય શું ? આચાર્ય – ર૭ થી ૩૦ ચરણ સુધીમાં તેને જવાબ આપે છે. દ્રવ્યાર્થિક નથી હું એક છું. પૂર્વાપર પર્યાયમાં અન્વિવંત છું, નિર્મમ છું, “આ મારું છે,” “હું તેને છું.” એવા અભિનિવેશથી રહિત છું. શુદ્ધ છું, નિશ્ચય નયથી દ્રવ્યકર્મ, ભાવકર્મ અને કર્મ આદિથી રહિત છું. કેવલીઓ દ્વારા તે અનંત પર્યાય સહિત રૂપથી અને શ્રત કેવલી દ્વારા શુદ્ધોપગ માત્ર રૂપથી જાણવામાં આવી શકાય એ હું આત્મા છું. અને સંયોગથી દ્રવ્ય કર્મોથી પ્રાપ્ત થયેલ હાદિક પર્યાય છે, તે સર્વ મારાથી તદ્દન ભિન્ન છે. ર૭.
સંસારમાં જ દેહાદિકના સંયોગથી, અન્ય વસ્તુઓના સંગથી ડુંગર જેવડા મોટા દુઓને, દુઃખના સમૂહને વેદ છે, સહન કરે છે, અને એ સર્વ સંયે મન, વચન અને શરીરની ક્રિયાઓથી થયા કરે છે, માટે એ સર્વ સંગને ત્યાગ કરવા યોગ્ય છે.
મન, વચન અને શરીરથી આ મારું છે,” એવી જ્યાં સુધી મમત્વ બુદ્ધિ, મનવૃત્તિ રહે છે, ત્યાં સુધી સંસાર કાયમ સ્થિર રહે છે. એ સર્વથી હું ભિન્ન છું, એવી બુદ્ધિ વૃત્તિ થાય ત્યારે જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. ૨૮.
સાધક વિચારે છે કે શરીર આદિ પુદ્ગલની સાથે જીવને મારાપણાને સંબંધ છે, તેથી જ રોગ, મૃત્યુ, જરા, જન્મ આદિ બાધાઓ ઉપજે છે, થાય છે, તે કેવી ભાવનાથી ,