________________
ઇટાપદેશ
બલવું પણ ગમતું નથી. અને આત્મધ્યાનમાં જ મગ્ન હોવાથી બેલેલું પણ ડી વારમાં ભૂલી જાય છે. ૪૦.
જેણે આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરી લીધી છે, તેવા ગી સાધુની બધી ક્રિયા અનાસક્ત ભાવે થતી હોવાથી તે બેલે છે છતાં બોલતા નથી, જેવા છતાં જોતા નથી. ૪૧.
જ્યારે યેગી પિતાના યોગમાં (સમાધિમાં) તન્મય થઈ જાય છે, અભેદાનંદમાં લીન થાય છે, ત્યારે તે પોતાના શુદ્ધાત્મા સ્વરૂપનું અવલોકન કરતા રહે છે. પિતાના નિરંજન આત્માને જ અનુભવ કરતા રહે છે, અને આત્મતન્મયતાને લીધે તેને પોતાના શરીરનું પણ વેદન ભૂલાય છે અને બાહ્ય જ્ઞાન શૂન્ય એ અવસ્થા છે, તેને સમાધિ કહે છે. સમાધિલીન યુગીને નિર્વિકલ્પનાને અનુભવ હોય છે, તેથી એ અવસ્થામાં સંકલ્પવિક થતા નથી, પરંતુ સમતારૂપ વીતરાગભાવનું આસ્વાદાન હોય છે, તે અપૂર્વ આનંદમય અવસ્થામાં મોક્ષ સુખ વેદાય છે, તે સ્થિતિ અવર્ણાય છે, અનુભવગમ્ય છે ૪૨.
શિષ્ય-- હે ભગવાન! મને આશ્ચર્ય થાય છે કે, એવી વિલક્ષણ વિભિન્ન દશા થવાનો સંભવ કેમ હોઈ શકે?
આચાર્ય-ધીમાન ! સાંભળ!
જે જ્યાં રહે છે, ત્યાં તેના પર પ્રેમ રાગ થાય છે. પછી તે રાગી રાગવશાત્ બીજે ક્યાંઈ જઈ શકતા નથી, અથવા જવા ઈચ્છતું નથી. તે જ પ્રકારે ગી સાધુજનને અધ્યાત્મમાં પ્રેમ લાગવાથી, તેને તેમાં જ આનંદને અનુભવ થાય છે.