________________
ઇબ્દોપદેશ
આ પ્રમાણે શિષ્યને વિસ્તારથી સમજાવ્યા પછી આચાર્યશ્રી તેના સારરૂપ હેય ઉપાદેય તત્ત્વને સમજાવે છે.
આત્મા જુદો છે, પુદ્ગલ જુદા છે. શરીરાદિ પુદ્ગલ દ્રવ્યથી આત્મા તદ્દન ભિન્ન છે, એ તત્ત્વને સાર છે. સૂત્ર, શાસ્ત્રોમાં એ સિવાયનું બીજું જે કંઈ કહેવામાં આવ્યું છે, એ સર્વ આ એક જ તત્ત્વને સર્વ વિસ્તાર છે. ૫૦.
હિતાહિતની પરીક્ષા કરવામાં ચતુર એ મતિમાન ભવ્યાત્મા, મેક્ષના પરમ સુખના કારણભૂત આત્મજ્ઞાનને ઉપદેશ જેમાં ભરેલે છે, એવા આ ઈબ્દોપદેશ નામના ગ્રંથનું યથાર્થ પ્રકારે અધ્યયન, મનન અને ચિંતન કરીને તેથી ઉત્પન્ન થયેલ આત્મજ્ઞાનથી માન, અપમાન, આદિમાં રાગદ્વેષ ન કરતાં સમભાવ ધારણ કરી, નિરાગ્રહી બની, નગર કે ગ્રામમાં અથવા નિર્જન વનમાં વસવા છતાં અનુપમ શિવ સંપદા રૂપ મેક્ષપદ પ્રાપ્ત કરે છે. ૫૧. - સદ્ગુરુને સબંધ ગ્રહણ કરીને જે તેની ઉપાસના કરે છે, તેને આત્મા અને પુદ્ગલ ભિન્ન છે, તેની પ્રતીતિ થાય છે, અને સ્વાનુભવથી આત્મસ્વરૂપને ઓળખે છે. તેથી તે પરમ સુખના ધામરૂપ પરમાત્મ પદને પ્રાપ્ત કરે છે. પર. શિવમસ્તુ સર્વ જગત પરહિત રતઃ ભવતુ ભૂતગણ: છેષાઃ પ્રવાતુ નાશ સર્વત્ર સુખી ભવન્તુ લેકર ૧૦
સપિ સન્તુ સુખીનઃ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યત માકશ્ચિત પાપમાચરેત ૨.
લિ. વિશ્વશાન્તિ ચાહક