________________
ઇષ્ટાપદેશ
ભગવાનેએ કઠેર તપસ્યા રૂપ આત્મસાધના કરીને સર્વ કર્મોને ક્ષય કરીને શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે.
એટલે મહાત્માઓની સર્વ પ્રવૃત્તિઓ પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જ હોય છે. ૪પ.
હેય અને ઉપાદેયને નહિ જાણવાવાળા અજ્ઞ મનુષ્ય શરીરાદિ જડ દ્રવ્યને (પુદ્ગલને) પોતાના માનીને તેમાં આનંદ માને છે. તેથી તે પુદ્ગલે નરકાદિ ચાર ગતિમાં જીવને છેડતા નથી, ભવ ભવમાં એ પુદ્ગલે જીવની સાથે બંધાયેલા જ જ રહે છે. ૪૬.
ધ્યાનમાં સ્થિર, મગ્ન થવાથી, યેગી પ્રવૃત્તિ લક્ષણવાળા બાહ્ય વ્યાપારથી ઉદાસીન પણે ઉદયાનુસાર વતે છે. એવા યોગીએ આત્મધ્યાનમાં પરમાનંદને અનુભવ કરે છે. ધ્યાનહીન માનવ તે પરમાનંદને અનુભવી શકતો નથી. ૪૭.
ધ્યાનાનંદ રૂપ અગ્નિ ભવભવના સંચિત કર્મોની રાશિને બાળીને ભસ્મ કરી નાખે છે. એવા આનંદમસ્ત ભેગીઓ, પરિસહ, ઉપસર્ગ, વગેરે બાહ્ય કલેશ, દુઃખોના વેદન પ્રત્યે ઉપેક્ષા બુદ્ધિવાળા હોવાથી તેઓ તેથી શેક દુઃખ રહિત થાય છે. ૪૮.
પરમજ્ઞાન રૂપ મહા જતિ અવિદ્યાને નાશ કરે છે. માટે મુમુક્ષુએ–મેલના અભિલાષીઓએ ગુરુ આદિની પાસેથી તેની જ (જ્ઞાનતિની) પુછગાછ કરવી જોઈએ. તથા એની જ ઈચ્છા કરવી જોઈએ અને સદા એને જ અનુભવ કરે જોઈએ. ૪૯