________________
ઈષ્ટાપદેશ
શિષ્ય–આ લેક અને પરલોકમાં દુઃખ દાતા ધનને લેકે ત્યાગ કેમ નહિ કરતાં હોય?
આચાર્યના ઉત્તર :–
ધનાદિમાં મહાસક્ત થઈને સંસારી જીવને વિવેક એટલે બધે નષ્ટ થઈ જાય છે કે, ધન ચોરાઈ જવા વગેરેની બીજાઓની વિપત્તિઓ જેઈને પણ પિતાના પર તેવી જ જાતની વિપત્તિ આવી પડશે તેને તેને ખ્યાલ જ આવતું નથી. અને બળતા વનમાંના ઝાડ ઉપર બેઠેલ મૂખ મનુષ્યની જેમ બળીને નાશ પામે છે. તેવી રીતે સંસારી જીવાત્મા પણ વિપત્તિઓને શિકાર બની જાય છે. વિપત્તિઓથી બચવાને બદલે તેનાથી જ નાશને પામે છે. ૧૪.
શિષ્ય—હે ભગવન્ ? નજીક આવતી વિપત્તિઓને પણ લેકેને કેમ દેખાતી નથી?
આચાર્ય—હે વત્સ! લેભથી, ધનાદિકની આસક્તિથી, લુપતાથી, ધનવાન મનુષ્ય પોતાની સામે આવેલી વિપત્તિઓને પણ જોતું નથી કારણ કે –
જેમ જેમ કાળ વ્યતીત થાય છે, તેમ તેમ ધનની વૃદ્ધિ થતી જાય છે. કારણ કે ધનની આવક સદા વધતી રહે છે. એ પ્રમાણે ધનની આવક વધારતા રહેવા માટે મનુષ્ય પોતાનું અમૂલ્ય આયુષ્ય વ્યતીત કરે છે. એટલે કે મનુષ્યને પોતાના આયુષ્ય કરતાં ધન વધારે પ્રિય લાગે છે. બુદ્ધિમાન મનુષ્ય ધન સંગ્રહ કરવામાં તેને વધારવામાં પિતાના જીવનને વ્યય કરતા નથી. કારણ કે તે જીવનનું મૂલ્ય, જીવનને હેતુ શું છે?