________________
ઈષ્ટપદેશ તે તેને બરાબર જાણે છે. તેથી આવશ્યક આવક કર્યા પછી બાકીને સમય તે આત્મસાધનામાં વ્યય કરે છે. પરંતુ ધનમાં આસક્ત મનુષ્ય ધનાર્જનમાં જ જીવન ગુમાવી નાખે છે, અને આત્મસાધન નહિ કરવાથી ભવ-ભ્રમણ વધારે છે. ૧૫.
શિષ્ય-ધનથી પુણ્ય ઉપાર્જન કરી શકાય છે, પાત્રને દાન આપવું વગેરે પુણ્યકર્મો ધનથી થઈ શકે છે, તે પુણ્યના સાધન રૂપ ધનને નિંદ્ય કેમ કહેવાય ? એ તે પ્રશંસનીય છે, માટે જેમ બને તેમ ધન એકત્ર કરીને તેના વડે દાનાદિ શુભ કાર્યો કરવા જોઈએ, અને પરભવનાં સુખ માટે પુણ્યને સંચય કરે જોઈએ.
આચાર્ય કહે છે –
નિર્ધન મનુષ્ય દાન કરવા માટે ધન સંગ્રહ કરે છે, અને દાનાદિથી પુણ્ય થશે એમ માને છે, તેનું એ માનવું પાણીથી સ્નાન કરીને શુદ્ધ થઈ જશું એમ માનીને જાણી જોઈને કાદવ કીચડમાં પડનાર મૂર્ખ મનુષ્યના જેવું છે. ધનાર્જન કરવામાં પાપ જરૂર કરવું પડે જ છે. તે પાપનું ફળ દાનના પુણ્ય કરતાં વધી જાય છે, એટલે તે દાન કરવા માટે ધનાર્જન કરનારનું પાપ તેના દાનના ફળ કરતાં વધી જાય છે, તેથી તેવું કાર્ય પાપ ફળ વધારનાર છે.
સંસ્કૃત ટીકામાં લખેલ છે કે ચકવતી વગેરેની માફક જેને વિના પ્રયતને અનાયાસે ધન પ્રાપ્ત થયું હોય, તે તે એ ધનથી કલ્યાણ માટે પાત્ર દાન વગેરે કરી શકે છે પરંતુ દાન માટે ધનાજ ન કરવા પાપ કરવું તે ઈષ્ટ નથી. ૧૬.