________________
૧૪
ઈષ્ટપદેશ શિષ્યની શંકા–તત્વજ્ઞાનીઓએ ભોગ ભોગવ્યા ન હોય, એવી વાત સાંભળવામાં આવી નથી, તે ભેગ ન ભોગવવાની વાત પર કેમ શ્રદ્ધા રાખી શકાય ?
આચાર્ય–આસક્તિથી, રુચિપૂર્વક જ્ઞાની ભોગ ભોગવે નહિ એમ કહ્યું છે, કારણ કે, ચારિત્ર–મહના ઉદયથી ભોગેને છેડવાને અસક્ત હોવા છતા, પણ તત્ત્વજ્ઞાની પુરુષ ભોગને ત્યાગવા ગ્ય સમજીને તેનું સેવન કરે છે. અને જેને મોહદય મંદ પડી ગયેલ હોય તે જ્ઞાન-વૈરાગ્યની ભાવનાથી ઈન્દ્રિ અને મનને વશ કરવાને કટિબદ્ધ થઈ જાય છે.
વળી જે શરીરના સુખાર્થે આ બધું કરવામાં આવે છે, તે શરીર કેવું અપવિત્ર છે, તે કહે છે - જે શરીરના સંગથી શુદ્ધ પવિત્ર પદાર્થો પણ અશુદ્ધ, અપવિત્ર બની જાય છે, અને જે શરીર અનેક જાતના ઉપદ્ર, રોગો વિનો વગેરે દુઃખનું ભાજન છે, અથવા દુ:ખના મૂર્ત સ્વરૂપ જેવું છે, તે દેહના સંતેષ, તૃપ્તિ અર્થે ભેગની ચાહના, તૃષ્ણ શા માટે ? પવિત્ર અને રમણીય ભોજન, વસ્ત્ર વગેરે પદાર્થો શરીરનાં સંબંધમાં આવીને અપવિત્ર, મલિન બની જાય છે. વળી આ દેહ ભૂખ, તરસ આદિ સંતાપ સહિત છે, તેને સંતોષી શકાતું નથી. છતાં તેને સંતોષવાની આકાંક્ષા રાખવી તે શું બુદ્ધિમાની છે? તે યોગ્ય છે જ નહિ. ૧૮.
શિષ્ય–આત્માને ઉપકાર કેવલ ઉપવાસ આદિ તપથી જ નહિ પણ ધનાદિ પદાર્થોથી પણ થાય છે.
આચાર્ય–એમ પણ નથી, કારણ કે–આત્માને માટે જે શ્રેયકર કલ્યાણકર છે, તે દેહને માટે અપકારી, અહિતકારી